ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
કોરોનાના એમિક્રોન વેરિયન્ટના કેસો આફ્રિકાના બોટ્સવાનાથી શરૂ કરીને સાઉથ આફ્રિકા સહિતના આફ્રિકન દેશો, બેલ્જિયમ, ઇઝરાયેલ અને જર્મની જેવા દેશોમાં નોંધાઇ રહ્યા છે. વડોદરાનું પાલિકા તંત્ર પણ આવા શંકાસ્પદ કેસો આવે તો શું કરવું તેની તૈયારી માટે સાબદું થઇ ગયું છે. પાલિકાને અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશથી વડોદરા આવતા સ્થાનિક નાગરિકો સહિતના ટુરિસ્ટ્સની માહિતી આપવામાં આવશે. વડોદરાના સાઉથ આફ્રિકન દેશો સાથે વ્યાપારિક સંબંધો હોવાથી આ સાવચેતી રાખવામાં આવી રહી છે. જાેકે પાલિકાના આરોગ્ય વિભાગ માટે રવિવારે રાહતના સમાચાર એ હતા કે, પહેલા દિવસે આ દેશોમાંથી આવતા એક પણ પ્રવાસીનું આગમન વડોદરા ખાતે થયું ન હતું. જાે સંક્રમિત થયેલ અતવા સંકાસ્પદ કોઇ પણ પ્રવાસી આવશે તો શું કરવું તેની ગાઇડલાઇન મુજબની તૈયારીઓ માટે આરોગ્ય વિભાગ સજ્જ છે. આ વિશે પાલિકાના આરોગ્ય વિભાગના અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું કે, ‘અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાલિકાને અગાઉના કોરોનાના પહેલા વેવમાં મોકલતું હતું તેવી યાદી મોકલી રહ્યું છે. રવિવારે પહેલો દિવસ હતો અને કોઇ પ્રવાસીનું આગમન ન થતાં કોઇ યાદી કે નામ મોકલવામાં આવ્યું નથી. આવો કોઇ પ્રવાસી આવશે તો પાલિકાનો આરોગ્ય વિભાગ પણ ઘરે જઇ તપાસ કરશે. જાે શંકાસ્પદ લક્ષણો જણાશે તો ૭ દિવસ માટે ક્વોરન્ટીન કરાશે, જરૂર પડ્યે સારવાર પણ અપાશે.’વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના અંગેના રસીકરણમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ માત્ર ૮૫૫ લોકોએ રસી મુકાવી હતી આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ પહેલો લીધા બાદ બીજાે ડોઝ લેવા માટે જરૂરી ૮૪ દિવસ બાકી હોવાને કારણે રસીકરણ ઓછું થઈ રહ્યું છે જાેકે આ વાત યોગ્ય જણાતું નથી માત્ર ૮૫૦ લોકો રસી મૂકવા આવે છે, ત્યારે તે પૈકીના ૩૬૮ લોકો તો રસીનો પ્રથમ ડોઝ લેનાર હતા જ્યારે બીજાે ડોઝ લેનાર ૪૮૬ લોકો હતા બીજી તરફ શહેરમાં શહેરમાં રસીનો બીજાે ડોઝ લેનારની ટકાવારી પણ ૮૫.૩૪% છે, જે વધારવી જરૂરી છે. કોરોનાના નવા વાઇરસની દેશમાં દસ્તક થઈ ગઈ છે ત્યારે લોકો ફુલ્લી વેક્સિનેટેડ થાય તે ખૂબ જ જરૂરી છે.
નૌસેના અધ્યક્ષ એડમીરલ કરમબીર સિંઘની વિદાય, હવે આ અધિકારી બન્યા નવા અધ્યક્ષ; જાણો તેમની સિદ્ધિઓ