ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
કોરોના વાયરસની સામે નાગરિકોને રક્ષણ પુરૂ પાડવા માટે ભારતમાં બે રસી તૈયાર કરવામાં આવી છે. કોવેક્સિન અને કોવિશીલ્ડ.
પ્રાપ્ત જાણકારી મુજબ ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિનને WHO તરફથી ઈમરજન્સી યુઝ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.
એટલે કે હવે કોવેક્સિન લઇ ચુકેલા લોકો કોઇ પણ અડચણ વગર વિદેશ પ્રવાસે જઇ શકશે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે WHOએ અત્યાર સુધીમાં 8 રસીને ઇમરજન્સી યુઝ લિસ્ટમાં સમાવેશ કર્યો છે.
આપણને ખુશી છે કે તેમાંથી બે રસી ભારતીય છે- કોવેક્સિન અને કોવિશીલ્ડ. વિશ્વના 96 દેશોએ આ બંને રસીને માન્યતા આપી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.પ્રથમ ડોઝમાં 74,21,62,940 જ્યારે 34,86,53,416 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
ભારતમાં કોરોનાના વળતા પાણી, આજે નવ મહિના બાદ સૌથી ઓછા નવા કેસ આવ્યા સામે; જાણો આજના તાજા આંકડા