ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
દેશમાં કોરોના વાયરસને લઈને છેલ્લા એક મહિનાથી થોડી રાહત હતી, પરંતુ હવે કેરળ સહિતનાં રાજ્યોમાં વધતા જતા કેસોને જોતાં ફરી ચિંતામાં વધારો થયો છે. કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિને જોતાં કેન્દ્ર સરકાર ઍક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે આ બંને રાજ્યોને પ્રતિબંધ વધારવાની સલાહ આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ બંને રાજ્યોને સલાહ આપી છે કે જે વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવે.
ભારતને મળશે વધુ એક સ્વદેશી વેક્સિન, આ કંપનીની કોરોના રસીને મળી ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી; જાણો વિગતે
ગૃહ મંત્રાલયે બંને રાજ્યો સાથે બેઠક કર્યા બાદ ગુરુવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે સંક્રમણમાં વૃદ્ધિને રોકવા માટે વધારે પ્રયાસ કરવાની જરૂર છે. જે વિસ્તારોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યાં રાત્રિના સમયમાં કર્ફ્યુ લગાવવા પર વિચાર કરવામાં આવે. સાથે જ વેક્સિનેશન અભિયાન વધારવા ઉપર પણ જોર આપવામાં આવે. સાથોસાથ આ બંને રાજ્યોને વધારાની વેક્સિન આપવા માટે પણ કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે જેથી કોરોના વાયરસ પર કાબૂ મેળવી શકાય.
પંજાબ કોંગ્રેસનુ ઘમાસાણ: કોંગ્રેસ પ્રમુખના સલાહકાર માલવિંદર માલી એ આપ્યું રાજીનામું.. જાણો વિગતે
નોંધનીય છે કે ભારતમાં સૌથી વધારે કેસ કેરળમાંથી જ સામે આવી રહ્યા છે, રાજ્યમાં એક જ દિવસમાં ત્રીસ હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. આ સાથે કેરળના જ પાડોશી રાજ્ય તામિલનાડુમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળા માટે જે પાંચ રાજ્યો જવાબદાર છે એમાં આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે.