News Continuous Bureau | Mumbai
યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં(United Nations Security Council) ભારતે(India) પ્રથમ વખત રશિયા(Russia) વિરુદ્ધ મતદાન(Vote) કર્યું છે.
યુક્રેન(Ukraine) પર યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં(UN Security Council) 'પ્રક્રિયાગત મત'(Procedural vote) દરમિયાન ભારતે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે.
15-સભ્ય યુએન સિક્યોરિટી કાઉન્સિલે યુક્રેનના રાષ્ટ્રપતિ(President of Ukraine) વોલોડીમિર ઝેલેન્સકીને(Volodymyr Zelensky) આ સમયગાળા દરમિયાન વીડિયો-ટેલિકોન્ફરન્સ(Video-teleconference) દ્વારા મીટિંગને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું હતું.
ફેબ્રુઆરીમાં રશિયન સૈન્ય (Russian army) કાર્યવાહી શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતે યુક્રેનના મુદ્દા પર રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ (Western countries) રશિયા પર આર્થિક અને અન્ય પ્રતિબંધો લગાવ્યા છે. જોકે યુક્રેન સામે મોસ્કોના આક્રમણ બદલ ભારતે રશિયાની ટીકા કરી ન હતી.
આ સમાચાર પણ વાંચો : રેવડી કલ્ચર પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય- મફત સુવિધાઓ મુદ્દે આપ્યો આ મહત્વનો આદેશ