News Continuous Bureau | Mumbai
રાજકીય પક્ષો(Political parties) દ્વારા 'ફ્રીબીઝ'(Freebies) એટલે કે ‘રેવડી કલ્ચર(Revdi culture) ‘પર સર્વોચ્ચ અદાલતનો (Supreme Court) મોટો નિર્ણય આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ મામલો ત્રણ જજની બેંચને મોકલી આપ્યો છે.
આજે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, સરકારે સર્વપક્ષીય બેઠક (All-party meeting) બોલાવવી જોઈએ અને ચર્ચા કરવી જોઈએ. આ માટે કમિટી બનાવવી સારું રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'કેટલાક પ્રશ્નો છે જેમ કે ન્યાયિક હસ્તક્ષેપનો(Judicial Intervention) અવકાશ શું છે? શું કોર્ટ કોઈપણ યોજનાનો અમલ કરવા માટે આદેશ આપી શકે છે? સમિતિની રચના શું હોવી જોઈએ? કેટલાક પક્ષનું કહેવું છે કે, સુબ્રમણ્યમ બાલાજીના(Subramaniam Balaji) 2013ના ચુકાદા પર પણ પુનર્વિચાર કરવાની જરૂર છે. એટલે અમે આ મામલો ત્રણ જજોની વિશેષ બેંચને મોકલી રહ્યા છીએ. હવે આ મામલે આગામી સુનાવણી બે સપ્તાહ બાદ થશે.
આ સમાચાર પણ વાંચો : હિન્દી સિનેમાના આ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા નું 86 વર્ષની વયે થયું નિધન- બોલિવૂડ અભિનેતા સલમાન ખાને પણ આપી તેમને શ્રદ્ધાંજલિ
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે મફત જાહેરાતોના કારણે રાજ્યને નાદારી તરફ ધકેલી શકે છે. તેમણે કહ્યું કે આવી મફત જાહેરાતોનો ઉપયોગ પાર્ટીની લોકપ્રિયતા વધારવા માટે કરવામાં આવે છે. તે રાજ્યને વાસ્તવિક પગલાં લેવાથી વંચિત રાખે છે.
આ પહેલા ગત બુધવારે સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ અને ગંભીર મુદ્દા તરીકે મફત રેવડી કલ્ચર પર વ્યાપક ચર્ચા કરવાની હાકલ કરી હતી. અદાલતે કહ્યું કે કેન્દ્ર આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કેમ કરતું નથી. જો કે, કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ(Solicitor General) તુષાર મહેતાએ કોર્ટના આ પ્રશ્નનો તાત્કાલિક જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે કાયદો બનાવવાની બાબત એટલી સરળ નથી. કેટલાક વિરોધ પક્ષો આ મફત જાહેરાતને બંધારણ દ્વારા આપવામાં આવેલા અભિવ્યક્તિના અધિકારના ભાગરૂપે માને છે.
આ સમાચાર પણ વાંચો : લગ્નેત્તર સંબંધનો કરુણ અંજામ, પત્નીએ પતિને આપી એવી સજા… જાણીને થથરી જશો..