જસ્ટિસ એન.વી. રમન્નાએ ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં ન્યાયમૂર્તિ રમન્નાને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
જસ્ટીસ રમન્નાએ શુક્રવારે આ પદ પરથી નિવૃત્ત થયેલા પૂર્વ સીજેઆઈ એસ.એ.બોબડેનું સ્થાન લીધું છે.
જસ્ટિસ રમના આંધ્રપ્રદેશ હાઇકોર્ટના પ્રથમ જજ છે જે ભારતના ચીફ જસ્ટીસ બન્યા છે. સીજેઆઇ તરીકે તેમનો કાર્યકાળ 1 વર્ષ 4 મહિનાનો રહેશે એટલે કે તેઓ 26 ઓગસ્ટ 2022 ના રોજ નિવૃત થશે.
