ભારતીય ફૂટબોલ ટીમ ના પૂર્વ ગોલકીપર પ્રશાંત ડોરાનું મંગળવારે નિધન થયું. તે ફક્ત 44 વર્ષના હતા.
પ્રશાંતને સતત તાવ આવતો હતો, ત્યારબાદ ડિસેમ્બરમાં તેનું નિદાન કરતા હિમોફેગોસિટીક લિમ્ફોહિસ્ટોસાઇટોસિસ બિમારી થઇ હતી. આ બીમારી સીધી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે
પ્રશાંતે 1999 માં થાઇલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને અનેક ગેમ્સ માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને 1997-98 અને 1999 માં સંતોષ ટ્રોફીનો સર્વશ્રેષ્ઠ ગોલકીપર જાહેર કરાયો.
