ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુન 2020
દંતેવાડા એટલે નક્સલી વિસ્તાર. આ નક્સલી વિસ્તારમાં આજે પણ આદિવાસી લોકો મૂળભૂત સેવાથી વંચિત છે. નકસલીઓ આ વિસ્તારને વિકસિત કરવાના સરકારના તમામ પ્રયાસો વિફળ કરવામાં કોઇ કમી રાખતા નથી. જેથી ચોમાસા દરમિયાન મુખ્ય ગામો સાથે હંમેશા સંપર્ક તૂટી જતો હતો. પરંતુ હવે દંતેવાડાના પાંચ ગામોને પાકી સડક દ્વારા જોડવામાં સફળતા મળી છે આ ગામોમાં હવે વીજળી, પાણી, સ્વાસ્થ્યને લઈ મોટી રાહત થઈ છે.
પરંતુ તે પણ મહત્વનું છે કે આવી કામગીરી પૂર્ણ થયા પછી પણ વસ્તુઓ બદલી શકાતી નથી. કારણ કે કામ પૂર્ણ થયા પછી, નક્સલવાદીઓના દબાણ હેઠળ ઘણીવાર ગ્રામજનો પોતે જ માળખાગત સુવિધાને નુકસાન પહોંચાડી દેતાં હોય છે.
આ વિસ્તારના અદિકારીઓ એ જણાવ્યું કે "અમને આશા છે આવતા વર્ષ સુધીમાં દંતેવાડા ના મોટાભાગના ગામડા કનેક્ટ થઈ જશે. સડક બની જવાથી, અમારા પ્રયત્નોને કારણે 5000 થી વધુ ગ્રામજનોને આ ચોમાસામાં લાભ મળશે."
નક્સલવાદીઓ એ શહેરી અને જંગલ વિસ્તારમાં થતા વિકાસને રોકવાના તમામ પ્રકારના પ્રયાસો કર્યા હતા. પરંતુ રાજ્ય સરકાર, જિલ્લા વહીવટ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, સાથી ડીઆરજી, એસટીએફ, સીએએફ, સીઆરપીએફના સહયોગથી આ વિસ્તારોનો વિકાર કરવામાં સફળતા મળી છે. પોટાલી જેવા અતિ મુશ્કેલ વિસ્તારમાં થયેલા વિકાસનો ગ્રામજનો લાભ મેળવી રહ્યા છે. હવે સરકાર દ્વારા મલાંગીર નદી ઉપરનો રસ્તો અને પુલ પૂર્ણ કરી, આવતે વર્ષે વધુ 5 ગામોને જોડવાની યોજના છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com