News Continuous Bureau | Mumbai
Narendra Modi : Uddhav Thackeray વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આખા દેશમાં ઝંઝાવવાતી પ્રચાર કરી રહ્યા છે. તેમણે એક ટેલિવિઝન ચેનલને ઇન્ટરવ્યૂ આપતા સમયે કહ્યું કે બાળા સાહેબ ઠાકરેનું ( Bala Saheb Thackeray ) તેમના પર ઋણ છે. તેઓ બાળા સાહેબ સાથે સતત સંપર્કમાં હતા. આ ઉપરાંત જ્યારે તેમણે ઓપરેશન કરવાનો સમય આવ્યો તે સમયે મેં સલાહ આપી હતી કે તેઓ નિશ્ચિત થઈને ઓપરેશન કરાવે કારણ કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સૌપ્રથમ જરૂરી છે.
Narendra Modi : Uddhav Thackeray ઉદ્ધવ ઠાકરે વિશે વડાપ્રધાને શું કહ્યું?
ઉદ્ધવ ઠાકરે વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે ઉદ્ધવ ઠાકરે એ બાળા સાહેબના સુપુત્ર રહેવાના છે અને તે વાત કદી બદલાઈ શકતી નથી. આ કારણથી તેમને વ્યક્તિગત રીતે ઉદ્ધવ ઠાકરે સાથે કોઈપણ દુશ્મનાવટ નથી. આટલું જ નહીં ચૂંટણી પ્રચાર ( election campaign ) દરમિયાન તેમણે ઉદ્ધવની વિરુદ્ધમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. કારણ કે તેઓ બાળા સાહેબ ઠાકરેનું સન્માન કરે છે.
આ સમાચાર પણ વાંચો : Sanjay Nirupam : Shiv Sena સંજય નિરૂપમ 20 વર્ષ પછી શિવસેનામાં પાછા ફર્યા.
Narendra Modi : Uddhav Thackeray વડાપ્રધાને ઉદ્ધવ ઠાકરે સામે એકેય શબ્દ ઉચ્ચાર્યો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ મહારાષ્ટ્રમાં ( Maharashtra ) ચૂંટણી પ્રચાર અર્થે આવે છે ત્યારે તેઓ ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધમાં એકેય શબ્દ બોલતા નથી. જોકે આનાથી વિપરીત ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સૌથી ખરાબ કોમેન્ટ કરે છે. આમ મહારાષ્ટ્રના રાજકારણનું સમીકરણ કંઈક અલગ પ્રકારનું છે.