Site icon

Narendra Modi: પ્રધાનમંત્રીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

Narendra Modi: નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સ ખાતે ઇન-સિટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટરમાં રહેતાં લોકો માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લીધી હતી.

Narendra Modi Prime Minister interacts with beneficiaries of Swabhiman apartments

Narendra Modi Prime Minister interacts with beneficiaries of Swabhiman apartments

Narendra Modi:  ‘તમામ માટે મકાન’ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સ ખાતે ઇન-સિટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટરમાં રહેતાં લોકો માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં પ્રવેશ મેળવતા લાભાર્થીઓ સાથેની હૃદયસ્પર્શી વાતચીતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારની આવાસ પહેલથી થયેલા પરિવર્તન પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ વાતચીતમાં એવા પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તનને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે જેઓ અગાઉ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા અને હવે કાયમી ઘરોની પહોંચ ધરાવે છે.

Join Our WhatsApp Community

વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને પૂછ્યું હતું કે, “તો શું તમને આ ઘર મળ્યું છે?, જેના જવાબમાં એક લાભાર્થીએ જવાબ આપ્યો હતો, “હા, સર, અમને તે મળી ગયું છે. અમે તમારા ખૂબ આભારી છીએ, તમે અમને ઝૂંપડીમાંથી મહેલમાં ખસેડ્યા છે”. પ્રધાનમંત્રીએ વિનમ્રતા સાથે કહ્યું કે, તેમની પાસે ઘર નથી, પરંતુ તમને બધાને એક ઘર મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી, વધુ એક મહામારીનો ખતરો! ચીનમાં ફેલાયો કોરોનો જેવો જ ખતરનાક આ વાયરસ; હોસ્પિટલોમાં લાગી લાંબી લાઇનો..

Narendra Modi:  વાતચીત દરમિયાન, એક લાભાર્થીએ આભાર વ્યક્ત કરતા કહ્યું, “હા, સાહેબ, તમારો ધ્વજ હંમેશા ઉંચો ફરકે, અને તમે જીતતા રહો.” તેના જવાબમાં પ્રધાનમંત્રીએ લોકોની જવાબદારી પર ભાર મૂકતાં કહ્યું હતું કે, “આપણો ઝંડો ઊંચો જ રહેવો જોઈએ અને તેને ત્યાં જ રાખવાનું કામ તમારા બધાનું છે.” લાભાર્થીએ મુશ્કેલીભર્યા જીવનમાંથી ઘર મેળવવા સુધીના આનંદને વહેંચતા આગળ કહ્યું, “આટલા વર્ષોથી, આપણે ભગવાન રામની રાહ જોઈ રહ્યા હતા. એ જ રીતે, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ, અને તમારા પ્રયત્નો દ્વારા, અમે ઝૂંપડપટ્ટીઓમાંથી આ ઇમારતમાં આવ્યા. આથી વધારે સુખ અમે શું માગી શકીએ? એ અમારું સદ્ભાગ્ય છે કે તમે આટલા અમારી નજીક છો.”

પ્રધાનમંત્રી શ્રી મોદીએ એકતા અને પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કહ્યું હતું કે, “અન્ય લોકોને એ માનવા માટે પ્રેરિત કરવા જોઈએ કે સંયુક્તપણે આપણે આ દેશમાં ઘણું બધું હાંસલ કરી શકીએ તેમ છીએ.”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, આ પ્રકારનાં ગરીબ પરિવારોનાં બાળકો સામાન્ય શરૂઆતથી જ શરૂઆત કરવા છતાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યાં છે, ખાસ કરીને રમતગમતમાં અને દેશને ગર્વ થાય છે. પ્રધાનમંત્રીએ તેમને તેમનાં સ્વપ્નોને સાકાર કરવાનું ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું. એક લાભાર્થીએ જણાવ્યું હતું કે, તેઓ સૈનિક બનવાની આકાંક્ષા ધરાવે છે, જેનો પ્રધાનમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

Narendra Modi:  વધુમાં, પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને તેમના નવા ઘરોમાં તેમની આકાંક્ષાઓ વિશે પૂછ્યું હતું. એક યુવતીએ ઉલ્લેખ કર્યો કે તેણે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે શું બનવા માંગે છે, ત્યારે તેણે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, “એક શિક્ષક”.

આ વાતચીતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, જે પરિવારો મજૂરી કામ કરે છે અથવા ઓટો-રિક્શા ડ્રાઇવર તરીકે કામ કરે છે, તેમને હવે પોતાને માટે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવાની તક મળી છે. પ્રધાનમંત્રીએ એ પણ પૂછ્યું હતું કે, તેઓ આગામી તહેવારોને તેમના નવા ઘરોમાં કેવી રીતે ઉજવવાનું આયોજન કરે છે. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓ સમુદાયમાં એકતા અને આનંદની ભાવના સુનિશ્ચિત કરીને સામૂહિક રીતે ઉજવણી કરશે.

આ વાતચીતનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ અને દેશને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ તેમની ખાતરી છે કે, જેમને હજુ સુધી કાયમી મકાનો મળવાનાં બાકી છે, તેમને પણ મકાન મળશે. અને સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે આ દેશના દરેક ગરીબના માથા પર એક કાયમી છત હોય.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version