ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 જુલાઈ 2020
કેન્દ્રીય કેબિનેટે બુધવારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. સાથે જ એક ખૂબ મોટો નિર્ણય પણ આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ મીટિંગમાં લેવામાં આવ્યો છે. 'માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય'નું નામ બદલીને (HRD) 'શિક્ષણ મંત્રાલય' રાખ્યું છે. એમ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું. મંત્રાલયનું નામ બદલવાનો નિર્ણય નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં સૂચિબદ્ધ ભલામણો મુજબ કરવામાં આવ્યો છે. .
આજે શિક્ષણ નીતિમાં પણ ફેરફારો કરવામાં આવ્યાં છે.. જે અંગે જાવડેકરે જણાવ્યું કે, "આજની તારીખમાં, ડીમ્ડ યુનિવર્સિટીઓ, સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, વિવિધ વ્યક્તિગત સંસ્થાઓ માટે આપણાં ધોરણો જુદાં જુદાં છે. પરંતુ નવી એજ્યુકેશન પોલિસી મુજબ તમામ યુનિવર્સિટીમાં ગુણવત્તાના ધોરણો બધા માટે એક સમાન હશે.''
નવી શિક્ષણ નીતિ:
હાઇલાઇટ્સ એનઇપી 2020
* 2030 સુધીમાં એસ.સી.ઇ.ઇ.થી માધ્યમિક શિક્ષણ સુધી યુનિવર્સિટીકરણ, એસ.ડી.જી.
* 2025 સુધીમાં રાષ્ટ્રીય મિશન દ્વારા ફાઉન્ડેશનલ લર્નિંગ અને ન્યુમરેસી સ્કિલ્સ પ્રાપ્ત કરવી.
* 2030 સુધીમાં પૂર્વ-શાળાથી માધ્યમિક સ્તરમાં 100 % જી.ઇ.આર. લાગુ કરવું.
* 2 કરોડ બાળકોને સ્કૂલમાં પાછા લાવવા.
* શિક્ષકો 2023 સુધીમાં દરેક શિક્ષકોનું એસેસમેન્ટ્સ કરી રીફોર્મ માટે તૈયાર રહે. કામચોરી ચાલશે નહીં.
* 2030 સુધીમાં સમાવિષ્ટ અને સમાન શિક્ષણ વ્યવસ્થા. ચકાસણી માટે બોર્ડની પરીક્ષાઓ
* દરેક બાળક ઓછામાં ઓછી એક કુશળતામાં નિપુણ થઈ શાળાની બહાર આવશે
* જાહેર અને ખાનગી શાળાઓમાં શિક્ષણના સામાન્ય ધોરણો સરખાં જ રહેશે..
* બોર્ડની પરીક્ષા એપ્લિકેશન આધારિત રહેશે
* ઓછામાં ઓછું ગ્રેડ 5 સુધી અથવા તો ધોરણ 8 સુધી, સુચનાનું માધ્યમ હોમ લેંગ્વેજ / માતૃભાષા / પ્રાદેશિક ભાષામાં
* બાળકના 3 પ્રોગ્રેસ રિપોર્ટ આવશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com