Site icon

Naxalism Crushed: નક્સલવાદ (Naxalism) પર ત્રિસ્તરીય હુમલો, સરકારની રણનીતિએ નક્સલવાદની કમર તોડી નાખી

Naxalism Crushed: શહેરી સપોર્ટથી લઈને જંગલના મીલિશિયા સુધી, સરકારના ત્રિસ્તરીય અભિયાનથી નક્સલવાદ હવે માત્ર ચાર જિલ્લાઓમાં સીમિત

Naxalism Crushed Government’s Triple Strategy Breaks Backbone of Red Terror

Naxalism Crushed Government’s Triple Strategy Breaks Backbone of Red Terror

News Continuous Bureau | Mumbai

Naxalism Crushed: એક સમય હતો જ્યારે નક્સલવાદ (Naxalism) દેશના છથી વધુ રાજ્યો અને 125થી વધુ જિલ્લાઓમાં ફેલાયેલો હતો. પરંતુ 2019 પછી કેન્દ્ર સરકારે અપનાવેલી ત્રિસ્તરીય રણનીતિના પરિણામે આજે નક્સલવાદ માત્ર મહારાષ્ટ્રના ગઢચિરોલી અને છત્તીસગઢના ત્રણ જિલ્લાઓ સુધી સીમિત રહી ગયો છે. સરકારના પ્રયાસોથી નક્સલીઓ માટે લોકોની સહાનુભૂતિ ઘટી છે અને વિકાસના અભિયાન સાથે પોલીસની વ્યૂહાત્મક કાર્યવાહીથી નક્સલવાદનો આધાર તૂટી ગયો છે.

Join Our WhatsApp Community

Naxalism Crushed: નક્સલવાદ (Naxalism) ના વિચારધારાત્મક આધાર પર સીધો હુમલો

સરકારના અભિયાનના પ્રથમ તબક્કામાં નક્સલીઓના શહેરી સપોર્ટને નિશાન બનાવવામાં આવ્યો. અનેક મહત્વપૂર્ણ ધરપકડો થઈ અને નક્સલ વિચારધારાને પોષતા નેટવર્કને તોડી પાડવામાં આવ્યું. આ પગલાંઓએ નક્સલીઓના મોરલ સપોર્ટને મોટું નુકસાન પહોંચાડ્યું.

 Naxalism Crushed:મિલિશિયા (Militia) તંત્રનો અંત: નક્સલીઓની સમાનાંતર સરકાર ધ્વસ્ત

નક્સલીઓએ દુરસ્ત વિસ્તારોમાં જન મીલિશિયા (Militia) દ્વારા પોતાની સમાનાંતર સરકાર ચલાવતી હતી. એક સમય 8,000થી વધુ લોકો આમાં સામેલ હતા. સરકારના કેમ્પો અને વિકાસના પ્રયાસોથી હવે આ સંખ્યા લગભગ શૂન્ય થઈ ગઈ છે. આ લોકો હવે પંચાયત અને સ્થાનિક ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Modi Govt 11 Years: મોદી સરકારના 11 વર્ષ, ધરતીથી આકાશ સુધી બદલાવનો દાયકોઃ અર્થતંત્રમાં થયો મોટો બુસ્ટ

 Naxalism Crushed: ડેવલપમેન્ટ (Development) ના કેમ્પો: 32 યોજનાઓથી લોકોના જીવનમાં બદલાવ

સરકારે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં 560થી વધુ પોલીસ કેમ્પો સ્થાપ્યા છે. દરેક કેમ્પના 10 કિમી વિસ્તારમાં રહેતા લોકોને પક્કા મકાન, મફત ગેસ કનેક્શન, આરોગ્ય સેવા, શાળાઓ, શૌચાલય, વીજળી, પાણી અને રાશન જેવી 32થી વધુ યોજનાઓનો લાભ મળ્યો છે. હવે વધુ 18 કેમ્પ સ્થાપવાની યોજના છે.

 

Western Railway special trains: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી થી દિલ્હી અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો
Western Railway special train: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન
IndiGo crisis: ઇન્ડિગો ફ્લાઇટમાં કેપ્ટન ગાયબ! મુસાફરે બતાવ્યો અંદરનો હાલ, સુવિધાઓના નામે મીંડું
AQI Holiday: પ્રદૂષણથી ભાગી રહ્યા છે લોકો: દિલ્હી-મુંબઈમાં ‘AQI હોલિડે’ બન્યો નવો ટ્રેન્ડ, શુદ્ધ હવામાં શ્વાસ લેવા લોકો રજાઓ પર!
Exit mobile version