News Continuous Bureau | Mumbai
NEET PG 2024: નીટ પીજી 2024નું ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ ( NBEMS ) દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
નીટ પીજી 2024 170 શહેરોમાં ફેલાયેલા 416 કેન્દ્રો પર બે પાળીમાં લેવામાં આવી હતી. પરીક્ષા એક જ દિવસે બે પાળીમાં લેવામાં આવી હતી જેથી પરીક્ષા માટે શ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત કેન્દ્રોની પસંદગી કરી શકાય. એનબીઇએમએસ દ્વારા 2,28,540 ઉમેદવારોને એડમિટ કાર્ડ ( Admit Card ) આપવામાં આવ્યા હતા. ઉમેદવારોને શક્ય હોય ત્યાં સુધી તેમના રાજ્યોની અંદર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા.
નીટ પીજીનું ( NEET PG ) સલામત અને સુચારુ સંચાલન થાય તે માટે એનબીઈએમએસએ તેની દ્વારકા કચેરી, દિલ્હી ખાતે એક સેન્ટ્રલ કમાન્ડ સેન્ટરની સ્થાપના કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, ગવર્નિંગ બોડી એનબીઇએમએસ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એનબીઇએમએસના અધિકારીઓએ તેમની ટીમો સાથે પરીક્ષાના સુચારૂ સંચાલન પર ચાંપતી નજર રાખી હતી.
નીટ ( NEET Exams ) પી.જી.ના આયોજન પર નજર રાખવા માટે પરીક્ષા કેન્દ્રો પર 1,950 થી વધુ સ્વતંત્ર મૂલ્યાંકનકારો અને 300 ફ્લાઇંગ સ્ક્વોડના સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. રાષ્ટ્રવ્યાપી પરીક્ષાના સંચાલનની દેખરેખ માટે આઠ પ્રાદેશિક કમાન્ડ કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan: અભિષેક બચ્ચને તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર પર રેડ્યું ઠંડુ પાણી, અભિનેતા ની વાત સાંભળી તેના ચાહકો ને થશે રાહત
પરીક્ષા ( Exams ) વિશે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ન મળે તે માટે એનબીઈએમએસએ સોશિયલ મીડિયા પર બારીકાઈથી નજર રાખી હતી અને એ સુનિશ્ચિત કર્યું હતું કે હિતધારકોને માત્ર અધિકૃત માહિતી જ આપવામાં આવે.
વિવિધ એજન્સીઓ વચ્ચે ગાઢ સંકલન સાથે સુરક્ષાનાં વધારાનાં પગલાંએ નીટ પીજીનું સલામત અને સરળ સંચાલન સુનિશ્ચિત કર્યું છે, જેથી આ પરીક્ષાની અખંડિતતા જળવાઈ રહે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.