ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020
કોરોના કાળમાં લદાયેલા લૉકડાઉનને કારણે હજારો ગરીબો એક ટંક ભોજન માટે ટળવળતા રહ્યા. બીજી બાજુ સરકારી ગોદામોમાં 1600 ટન (એક ટન એટલે એક હજાર કિલો) અનાજ સડી ગયું જે ફેંકી દેવું પડ્યું. આ અનાજ ઢોરઢાંખર ખાય એવું પણ રહ્યું નહોતું. આ વર્ષના એપ્રિલમાં અન્ન પ્રધાન રામ વિલાસ પાસવાને એવો દાવો કર્યો હતો કે સરકારે ગોદામોમાં અને વિતરણમાં સચોટ પગલાં લેવામાં આવ્યાં છે.
હવે અન્ન મંત્ર્યાલયે એવા આંકડા જાહેર કર્યા હતા કે ચાલુ વર્ષના મે માસમાં 26 ટન અનાજ સડી ગયું હતું જ્યારે જૂનમાં 1452 ટનથી વધુ અનાજ સડી ગયું હતું. જુલાઇમાં ફરી આ આંકડો ઘટ્યો હતો અને 41 ટન અનાજ સડી ગયું હતું. ઑગષ્ટમાં ફરી 51 ટન અનાજ ફેંકી દેવું પડ્યું હતું. આ વર્ષના માર્ચ અને એપ્રિલમાં અનાજ ખરાબ થયું નહોતું. આમ તો દરેક ગોદામમાં અનાજને ઢાંકીને રાખવામાં આવે છે. ઉપરાંત ફ્યૂમીગેશન અને જંતુનાશક દવાઓ છાંટીને અનાજને સાચવવામાં આવે છે. પરંતુ આ વખતે લોકડાઉન ને કારણે માણસોની અછત ઉપરાંત વારે ઘડીએ આવેલા વરસાદના ઝાપટા ઓ પણ સડા પાછળ જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે ગોદામોમાં અનાજની સાચવણીમાં બેદરકારી વર્તનારા 125 સરકારી કર્મચારીઓ સામે 2014 અને 2018ની વચ્ચે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવ્યાં હતાં…