ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુન 2020
ભારતના લદાખ ચીન સરહદે હાલ તણાવપૂર્ણ સ્થિતિ છે. એવા સંજોગોમાં નેપાળ બોર્ડર પર નેપાળના આર્મી ચીફે મુલાકાત લેતા અનેક અટકળો લાગી રહી છે. ચીનની ચડામણી એ એક નાનું રાષ્ટ્ર નેપાલ ભારતની જમીન હડપવાના કાવતરા કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ નેપાળે તેના ગૃહ માં વિવાદિત નકશાને રજૂ કર્યો હતો. હવે ગૃહમાં આ નકશા પર વોટીંગ કરાવતા પહેલા નેપાળના આર્મી ચીફે વિવાદિત કાલાપાની વિસ્તારની મુલાકાત લીધી છે. તેમની સાથે ભારત સીમા પર ફરજ બજાવતા નેપાળ સશસ્ત્ર પોલીસ દળના મહાનિરીક્ષક પણ પહોંચ્યા હતા..
સૂત્રોના જણાવ્યા મુજબ નેપાળ આર્મી ચીફે એ રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું જે તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો. આજ રસ્તો નેપાલના દારચુલા જિલ્લાના વ્યાસ ગામને જોડે છ. નેપાળનો આ રસ્તો ભારતના ઉત્તરાખંડની નજીક પહોંચે છે.
હજુ ગઈ આઠ મે એ ભારતના રક્ષામંત્રી એ વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી લિપુલેખ સુધીના રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું.. આ રસ્તો બનતાની સાથે જ હવે ભારત ચીન બોર્ડર ની આટલી નજીક સુધી ગાડીઓ લઈ જશે. આથી જ રસ્તો બન્યા બાદ ચીનની ચડામણીએ નેપાળએ, ભારતે બનાવેલા રસ્તા નો વિરોધ કરવાનું શરૂ કરી દીધો છે.….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
 
			         
			         
                                                        