ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુલાઈ 2020
નેપાળના પુરાતત્ત્વીય વિભાગએ વડા પ્રધાન કે પી શર્મા ઓલીના ભગવાન રામનું "વાસ્તવિક જન્મસ્થળ" નેપાળમાં હોવાના દાવા પછી, દેશની દક્ષિણમાં થોરીમાં અભ્યાસ અને ખોદકામ શરૂ કરવાની યોજના બનાવી છે. જુદા જુદા પક્ષોના નેપાળના ઘણા ટોચના રાજકીય નેતાઓએ ઓલીની "અવાસ્તવિક અને અપ્રસ્તુત" ટિપ્પણી પાછી લેવા કહ્યું છે જેમાં ઓલીએ કહ્યું હતું કે ભગવાન રામનો જન્મ બીરગંજ નજીક થોરીમાં થયો હતો અને અસલી અયોધ્યા નેપાળમાં છે.
એમાં હવે નેપાળની આર્કિઓલોજી સર્વે ઑફ નેપાળ પણ જોડાયું છે, આ વિભાગ બિરગંજના થોરીમાં પુરાતત્ત્વીય અભ્યાસ શરૂ કરવાની સંભાવના અંગે ચર્ચા કરવા વિવિધ મંત્રાલયો સાથે ઘણી બેઠકો કરી રહ્યો છે.
બીજીબાજુ વિપક્ષ 'નેપાળી કોંગ્રેસે' અયોધ્યા અંગે ઓલીના વિવાદિત નિવેદનોની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તેઓ દેશ પર શાસન કરવા માટે "નૈતિક અને રાજકીય આધાર ગુમાવી ચૂક્યા છે". નોંધનીય વાત એ છે કે ઓલીને પહેલાથી જ તેમની પોતાની પાર્ટીના નેતાઓના સખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જેઓ તેમની કામગીરીની શૈલી અને ભારત વિરોધી અગાઉના નિવેદનોને લઈને રાજીનામા માટે દબાણ કરી રહ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com