ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
કોરોના સંદર્ભે સ્વાસ્થ્ય મંત્રાલયે અનેક લોકોને ઘરે જાતે ઈલાજ કરવાની સલાહ આપી છે. આ માટે અનેક દિશાનિર્દેશ અને ગાઈડલાઈન જાહેર કરવામાં આવ્યા છે. હવે આમાં થોડો ફેરફાર થયો છે જે નીચે મુજબ છે.
૧. હોમ આઇસોલેશન માં રહેનાર વ્યક્તિ ને દસ દિવસ પછી જો સતત ત્રણ દિવસ સુધી કોરોના ના કોઇ પણ લક્ષણ ન દેખાય તો તેણે બીજી વખત કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નથી.
૨. ઘર પર રહેનાર લોકો એ રેમડેસિવિર ઇન્જેક્શન લગાડવાની કોઈ જરૂર નથી. આ ઇંજેક્શન માત્ર હોસ્પિટલમાં જઈને લેવામાં આવે.
૩. મામૂલી લક્ષણ જે વ્યક્તિમાં દેખાઈ રહ્યા છે તેમને સ્ટેરોઈડ ન આપવા.
૪. જે લોકોની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય અને તેઓ હાઈપરટેન્શન, ડાયાબિટિસ, હૃદયરોગ ની બીમારીથી પીડિત હોય તો તેમણે ડૉક્ટરને પૂછ્યા બાદ જ આઇસોલેશન માં રહેવું.
૫. ઘર પર રહેનાર વ્યક્તિ એ બે વખત ગરમ પાણીનો નાસ લેવો અને માત્ર ગરમ પાણી પીવું.
૬. આઇસોલેશનમાં રહેનાર વ્યક્તિ નું ઓક્સિજન લેવલ 94 થી ઉપર રહેવું જોઈએ.
ઉત્તર મુંબઈના મલાડ વિસ્તારમાં નકલી કોલસેન્ટર પકડાયું. પોલીસે કરી ૧૦ની ધરપકડ અને 40 ને તાબામાં લીધા.