ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે મંગળવાર મધરાતથી અમલમાં મૂકવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા મંગળવારે સંસદમાં તેની માહિતી આપતા કહ્યું હતું કે એરપોર્ટ પર આવનારા પ્રવાસીઓની આકરી તપાસ થશે. શંકાસ્પદ જણાતા કેસમાં જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે.
માંડવિયાએ કહ્યું હતું દેશમાં નવા વેરિયન્ટનો હજી સુધી એક પણ કેસ નોંધાયા નથી. છતાં સરકાર સુરક્ષાને લગતા તમામ પગલા લઈ રહી છે, જેથી દેશમાં નવા વેરિયન્ટની એન્ટ્રી થાય નહીં. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો લાગુ કરી દીધા છે, જે નીચે મુજબ છે.
1. જોખમી દેશમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આરટી-પીસીઆર રિપોર્ટ ઉપલબ્ધ થાય નહીં ત્યાં સુધી એરપોર્ટ પર રાહ જોવી પડશે. જોખમી દેશમાંથી આવનારા લોકોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તેમણે ફરજિયાત રીતે સાત દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. આઠમા દિવસે તેમના સેમ્પલ ફરી ચકાસવામાં આવશે. સ્થાનિક આરોગ્ય કર્મચારીઓએ આવા લોકોના ઘરે જઈને તેમના હોમ આઈસોલેશનની પણ તપાસ કરવાની રહેશે.
2. જોખમી જાહેર કરેલા દેશમાંથી આવેલી વ્યક્તિ પોઝિટિવ જણાતી તો જે-તે રાજયોથી તમામ સેમ્પલ ઈન્ડિયન સાર્સ-સીઓવી-2-કંસોર્ટિયમ ઓન જિનોમિક્સ(IASACOG) લેબોરેટરીમાં તાત્કાલિક મોકલવામાં આવશે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓનો શોધવામાં આવશે અને 14 બાદ તેમના ફોલો લેવામાં આવશે.
3. જોખમી દેશથી આવનારા પ્રવાસીઓના રિપોર્ટ આવતા નથી ત્યાં સુધી તેમણે એરપોર્ટ પર રાહ જોવાની રહેશે અને તે માટે તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે. હાલ ભારતે જોખમી દેશોની યાદીમાં યુનાઈટેડ કિંગડમ, યુરોપન તમામ 44 દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિસ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાવે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે.
હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી ફરી એકવાર આટલા વાગ્યા સુધી સ્થગિત, સંસદ પરિસરમાં વિપક્ષનું જોરદાર વિરોધપ્રદર્શન
4. રાજયોને સલાહ આપવામાં આવી છે કે જુદા જુદા એરપોર્ટ પર, બંદરો પર આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર સખ્ત નજર રાખવાની રહેશે. ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, વેક્સિનેટ રણનીતિને પણ અમલમાં મુકવાની રહેશે. રાજયમાં ટેસ્ટિંગ વધારવાની પણ સલાહ આપવામાં આવી છે.
5.રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જોખમી દેશો પર ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે, જે નવો વેરિયન્ટ મળી આવ્યો છે. તમામ પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ કરવાના રહેશે.