News Continuous Bureau | Mumbai
New Year celebration: નવું વર્ષ 2024 આવી ગયું છે. દેશભરના રાજ્યોમાં વિવિધ સ્થળોએ નવા વર્ષના ઉજવણીનો માહોલ ચાલુ છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવતા જોવા મળી રહ્યા છે. તમામ લોકો ધાર્મિક સ્થળોએ પૂજા અને દર્શન માટે પહોંચી રહ્યા છે. આ શ્રેણીમાં, પ્રથમ વખત જાહેરમાં જમ્મુ અને કાશ્મીરના ( Jammu and Kashmir ) શ્રીનગરના ( Srinagar ) લાલ ચોકમાં પણ લોકોએ નવા વર્ષની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી. દિલ્હી, ગોવા, મુંબઈ, લખનૌ, અયોધ્યા, નોઈડા, ભોપાલથી લઈને બેંગલુરુ સુધી નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.
હાલ જમ્મુ-કાશ્મીરમાં આ સમયે ભારે ઠંડી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. આમ છતાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ( Tourists ) લાલ ચોક ( lal chowk ) સ્થિત ઘંટા ઘર સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં 2023 ની છેલ્લી સાંજની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણી મધ્યરાત્રિ 12 સુધી ચાલુ રહી હતી. શ્રીનગરના લોકોએ નવા વર્ષનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું હતું. તેમ જ લાલ ચોક પર વગાડવામાં આવતા ગીતો પર લોકોએ મનમુકીને ડાન્સ પણ કર્યો હતો. ઘણા લોકોએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે અમે સાર્વજનિક સ્થળે આ રીતે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અગાઉ પણ આવી ઉજવણીઓ થતી હતી. પરંતુ તે માત્ર એક વિસ્તાર સુધી મર્યાદિત હતી. હોટલોના બંધ દરવાજા પાછળ આવી ઉજવણીઓ કરવામાં આવતી હતી.
#WATCH | J&K: People dance and sing as they celebrate New Year’s Eve at Lal Chowk in Srinagar. pic.twitter.com/ndkv6sWpFY
— ANI (@ANI) December 31, 2023
લાલ ચોક પર વગાડવામાં આવતા ગીતો પર લોકો મન મૂકીને ઝુમ્યા હતા..
ઘણા લોકોએ કહ્યું કે થોડા વર્ષો પહેલા કોઈએ જમ્મુ-કાશ્મીરમાં આમ જાહેર સ્થળો પર આવી રીતે ઉજવણી કરવાનું વિચાર્યું પણ ન હતું. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai local train : આમ જનતા તો ઠીક.. પણ હવે આ ઉદ્યોગપતિ પણ મુંબઈની ટ્રાફિકથી થયા પરેશાન, અપનાવ્યો આ રસ્તો.. જુઓ વિડીયો
મુંબઈના લોકોએ પણ ખુલ્લા હાથે 2024નું સ્વાગત કર્યું હતું. કડક સુરક્ષા વ્યવસ્થા ( Security system ) વચ્ચે, નવા વર્ષની ઉજવણી માટે રવિવારે રાત્રે ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, ગિરગામ ચોપાટી અને અન્ય સ્થળોએ લોકો એકઠા થયા હતા. લોકોએ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. થાણેમાં, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રક્તદાન શિબિરમાં ભાગ લઈને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. અયોધ્યામાં જય શ્રી રામના નારા સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વર્ષની ઉજવણી માટે રવિવારે પ્રખ્યાત લતા મંગેશકર ચોક ખાતે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.