News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ આજે આતંકવાદી(Terrorstઓ અને ડ્રગ તસ્કરો(Drug pedler) વચ્ચેની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ તપાસ એજન્સી(NIA) એ સમગ્ર દેશમાં આતંક કનેક્શનને લઈને પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-NCR સહિત દેશના 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. મોટાભાગની રેડની લોકેશન હરિયાણા, ઉત્તરાખંડ અને પંજાબમાં છે. સાથે લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના સહિત અનેક ગેંગ સાથે જોડાયેલા લોકોના ઘણા ઠેકાણે એજન્સીએ કાર્યવાહી કરી છે. જોકે અત્યાર સુધી રેડમાં ધરપકડ વિશે કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ કહેવાય રહ્યું છે કે દરોડા દરમિયાન હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ- અમુલ- મધર ડેરી બાદ હવે આ ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો- જાણો કેટલો થયો નવો ભાવ
મીડિયા રિપોટ્ર્સ મુજબ જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે વિદેશથી આતંકવાદીઓને પૈસા આપવામાં આવી રહ્યા છે. આ નેટવર્ક પર સુરક્ષા પ્રણાલીની ખાસ નજર છે. ગયા અઠવાડિયે NIAએ જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને રાજૌરી જિલ્લામાં દરોડા પાડ્યા હતા