મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કરિયર નહીં થાય બરબાદ.. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ, 2022,

શનિવાર,

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સંકટનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. 

નેશનલ મેડિકલ કમિશને (NMC)એ એક સર્ક્યુલર બહાર પાડીને જાણકારી આપી છે કે, યુક્રેનથી પરત આવનારા વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ પોતાની એક વર્ષની ઇન્ટર્નશિપ પૂરી કરી શકે છે. 

આ માટે કોરોના મહામારી કે યુદ્ધના સમયે વસ્તુઓ કાબૂમાં ન હોવાનો હવાલો આપવામાં આવ્યો છે. 

એનએમસીએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર પણ આ સર્ક્યુલર જાહેર કર્યું છે. 

વધુ જાણકારી માટે વિદ્યાર્થીઓ nmc.org.in પર જઈને વાંચી શકે છે.

રેલવે વિભાગમાં જોરદાર ટેન્શન, એક ટ્રેનમાં મંત્રી અને બીજામાં અધ્યક્ષ. બંને ટ્રેન એકબીજા સાથે ટકરાશે… જાણો શું છે મામલો ?

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment