News Continuous Bureau | Mumbai
No Confidence Motion:કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના ત્રીજા દિવસે (10 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું, જેના પર ગૃહમાં હોબાળો થયો.
અધિર રંજને પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે,’ મણિપુરમાં આપણે જોયું કે આપણાં ઘરની માં-બહેનને વસ્ત્રહીન હાલતમાં ,વિવસ્ત્ર કરીને તેમના પર હુમલો કરવામાં આવ્યો, બળાત્કારની ઘટનાઓ થઈ રહી છે.’ આ દરમિયાન કોંગ્રેસ નેતાએ મહાભારત કાળની દ્રોપદીનો ઉલ્લેખ કરી દીધો. તેમણે કહ્યું કે આજે હિન્દુસ્તાન અને હસ્તીનાપુરમાં કોઈ ફરક નથી. જે બાદ સદનમાં હોબાળો શરૂ થવા લાગ્યો. દરમિયાન ચર્ચાની વચ્ચે ઊઠીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને વિનંતી કરી કે,’ તમે કંટ્રોલમાં રાખો નહીંતર..’
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમની બેઠક પરથી ઉભા થયા અને કહ્યું, “માનનીય સ્પીકર, તમે અપીલ કરી હતી કે ચર્ચા શાંતિથી સાંભળવી જોઈએ. અમે ખૂબ ધીરજથી સાંભળતા હતા. તેમણે કહ્યું કે આપણી સંસદે અંગ્રેજોની કામ કરવાની પદ્ધતિ અપનાવી છે. આખા દેશનું અપમાન કર્યું, અમે ચૂપચાપ બેઠા. આપણી બંધારણ સભાએ આ સમગ્ર પ્રક્રિયા નક્કી કરી અને સ્વીકારી છે.
આ સમાચાર પણ વાંચો : Tiger Shroff : દિશા પટની સાથેના બ્રેકઅપ પછી ફરી રિલેશન માં આવ્યો ટાઇગર શ્રોફ? આ ‘સુંદરી’ સાથે જોડાઈ રહ્યું છે નામ
કોંગ્રેસ નેતાને કાબૂમાં રાખવા લોકસભા સ્પીકરને અપીલ
આ પછી ગૃહમંત્રીએ કહ્યું કે, માનનીય સ્પીકર, આ પછી પણ (વિપક્ષના નેતા) બેકાબૂ બોલી રહ્યા છે. તેઓ અત્યારે જે પ્રયત્નો કરી રહ્યા છે, તેમની પાર્ટીએ તેમને સમય નથી આપ્યો, તમે તેમને સમય આપ્યો છે, તેઓ તેમાં કંઈક સ્કોર કરવા માંગે છે, પરંતુ આ ગૃહની એક ગરિમા છે, દેશનાં વડાપ્રધાન જીનાં વિશે જે પ્રકારે અહીં ઉલ્લેખ કરી રહ્યાં છે, મને લાગે છે કે આ વિપક્ષનાં નેતાને શોભતું નથી. તમે તેમને કંટ્રોલમાં રાખવું જોઈએ નહીંતર ટ્રેઝરી બેંચના સાંસદો પણ આ સાંભળી શકશે નહીં.
અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીની તુલના નીરવ મોદી સાથે કરી હતી
અધીર રંજને વળતો પ્રહાર કર્યો અને કહ્યું, ‘અમિત શાહ તમે થોડીવાર બેસી જાઓ, પ્રધાનમંત્રીજીને ગુસ્સો નથી આવતો તો તમને શા માટે આટલો આવે છે? આ બાદ જ્યારે અધ્યક્ષે અધિર રંજનને મુદા પર વાત કરવા માટે કહ્યું ત્યારે તે બોલ્યાં કે,’ મુદા પર જ તો બોલીએ છીએ સર.. અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીની તુલના નીરવ મોદી સાથે કરી હતી અને કહ્યું હતું કે, નીરવ મોદી કરોડો રૂપિયા લૂંટીને ભાગી ગયો હતો. તેને કોઈ પકડી શક્યું નહીં. સરકાર પાસે તેને પકડવાની તાકાત નથી. તેથી મને લાગ્યું કે નીરવ મોદી ભારતની ચુંગાલમાંથી કાયમ માટે બહાર નીકળી ગયો છે. પરંતુ હવે ખબર પડી છે કે નીરવ મોદી ગયો નથી. મણિપુરની ઘટના જોયા પછી ખબર પડી કે નીરવ મોદી અહીં હિન્દુસ્તાનમાં જ જીવે છે અને નરેન્દ્ર મોદી નીરવ મોદી બનીને હજુ સુધી ચુપ બેઠા છે.