News Continuous Bureau | Mumbai
Tiger Shroff : બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની ડેટિંગ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. લાંબા સમયથી ટાઈગર શ્રોફનું નામ બોલિવૂડની સુપર હોટ અભિનેત્રી દિશા પટની સાથે જોડાયેલું હતું, પરંતુ બંને હંમેશા એકબીજાને પોતાના સારા મિત્રો જ કહે છે. રિલેશનશિપ પછી ટાઈગર-દિશાના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા અને હવે સાંભળવા મળી રહ્યું છે કે ટાઈગર સિંગલ નથી, પરંતુ તે દિશા ધાનુકાને ડેટ કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : IIJS : IIJS પ્રીમિયર 2023ને મળી અભૂતપૂર્વ સફળતા, તોડી દીધા બધા રેકોર્ડ, કર્યો Rs.70,000 કરોડનો વ્યાપાર..
ટાઈગરે દિશા સાથે ના ડેટિંગ ના સમાચાર પર જણાવી હકીકત
ગયા વર્ષે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં ટાઈગર શ્રોફે કહ્યું હતું કે તે સિંગલ છે. પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે કે તે રિલેશનશિપમાં આવી ગયો છે અને છેલ્લા દોઢ વર્ષથી કોઈને ડેટ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ટાઈગર શ્રોફ છેલ્લા દોઢ વર્ષથી દિશા ધાનુકાને ડેટ કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ દિશા ધાનુકા પ્રોડક્શન હાઉસમાં મોટા હોદ્દા પર કામ કરે છે.રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે જ્યારે ટાઈગર સાથે આ વિશે વાત કરવામાં આવી તો તેણે કહ્યું, ‘મને લાગે છે કે બે મહિના પહેલા મારું નામ કોઈ અન્ય સાથે જોડવામાં આવ્યું હતું. પણ ના, હું બે વર્ષથી સિંગલ છું. રિપોર્ટમાં દિશા સાથેની વાતચીતનો પણ ઉલ્લેખ છે પરંતુ દિશાએ આ અંગે કંઈપણ બોલતા મૌન સેવ્યું હતું. હવે આવનારા સમયમાં ખબર પડશે કે તેઓ ખરેખર ડેટ કરી રહ્યા છે કે પછી આ માત્ર અફવા છે.