ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
સામાન્ય રીતે બહારગામ જતી ટ્રેનો માં રાત્રિના સમયે લોકો પોતાના મોબાઇલ અને લેપટોપને ચાર્જિંગ પર મુકી દેતા હોય છે. ત્યારબાદ આ ચાર્જિંગ આખી રાત ચાલુ રહેતું હોય છે. આ રીતે ચાર્જિંગ ને કારણે આગની દુર્ઘટના બની શકે છે. પરિણામ સ્વરૂપ ભારતીય રેલવે નિયમમાં મોટો ફેરફાર કર્યો છે જે મુજબ રાત્રે ૧૧ વાગ્યા થી 5:00 વાગ્યા સુધી તમામ ચાર્જિંગ પોઇન્ટ્સ બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે 13મી માર્ચના રોજ દિલ્હી થી દહેરાદુન જતી શતાબ્દી એક્સપ્રેસમાં મોટી આગ લાગી હતી. એવી શક્યતા બતાવવામાં આવી રહી છે કે કદાચ આ આગ પાછળ આવું ચાર્જિંગ જવાબદાર હોઈ શકે છે.
આથી હવે બહારગામથી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને ચાર્જિંગના સમયનું ધ્યાન રાખવું પડશે.