ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ઓગસ્ટ 2020
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ફરી એક વાર ચર્ચામાં છે. આ એક અહેવાલ મુજબ વિશ્વના સૌથી ખતરનાક નેતા કોમામાં જતા રહયાં છે. હવે થોડાક દિવસોમાં તેની બહેન કિમ યો જોંગ તેમની ખુરશી પર બેસવાની તૈયારી કરી રહી છે. આપને જણાવી દઈએ કે 36 વર્ષના નેતા 2011 થી ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર બની ને રાજ કરી રહયાં છે.
દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કિમ ડે-જંગના ઓફિસર રહી ચૂકેલા ચાંગ સોંગ-મીન એ દાવો કર્યો હતો કે કિમ જોંગ-ઉન કોમામાં છે. ત્યારબાદ ઉત્તર કોરિયામાં ઘણો સમય પત્રકાર તરીકે રહી ચૂકેલા રોય કેલીએ દાવો કર્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, દેશમાં એટલી હદે ગુપ્તતા રાખવામાં આવે છે કે ત્યાં રહેનારા લોકોને પણ ખબર હોતી નથી કે દેશમાં શું ચાલી રહ્યું છે.
કેલીએ વધુ કહ્યું કે ઉત્તર કોરિયા જે રીતે ધમકી આપીને કિમ જોંગને લઇ જવાબ આપી રહ્યું છે તેના પરથી લાગે છે કે કંઇક મોટા ફેરફારો થવાના છે. તેમણે કહ્યું કે જ્યારે કિમ જોંગ ઇલના પિતા કિમ જોંગ ઇલનું અવસાન થયું ત્યારે ઘણા મહિના પછી લોકોને જાણ કરવામાં આવી હતી. આથી મને એવું લાગે છે કે અત્યારે પણ એવી જ રીતે જ વાત છુપાવવા માં આવી રહી છે.
જો કે, ચાંગે દાવો કર્યો છે કે કિમ જોંગ ઉન મૃત્યુ પામ્યા નથી. પરંતું તે હજી પણ કોમામાં છે. તેમણે દાવો કર્યો છે કે ઉત્તરાધિકારી નક્કી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પુરી થઈ નથી. એટલા માટે કિમ યો જોંગને આગળ કરવામાં આવી રહ્યા છે. કારણ કે ગાદીને લાંબા સમય સુધી ખાલી રાખી શકાય એમ નથી. ઉલ્લેખનીય છે કે આવી જ અટકળો એપ્રિલમાં પણ લાગી હતી. જ્યારે કિમ જોંગ ઘણા દિવસો સુધી જાહેરમાં જોવા મળ્યો ન હતો..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com