Site icon

Ram Mandir Pran Pratishtha: અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે હવે આ દેશથી આવી ખાસ ભેટ.. તો કાશ્મીરીઓએ પણ મોકલ્યો આ પ્રેમ સંદેશ..

Ram Mandir Pran Pratishtha: અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે હવે તૈયારીઓ પૂર્ણ થવા આવી છે. જેમાં દેશ વિદેશથી ખાસ ભેટો પણ મોકલાવામાં આવી રહેી છે. ત્યારે કાશ્મીરમાંથી પણ ખાસ ભેટ મોકલાવામાં આવી છે.

Now such a special gift from this country for the Prana Pratishtha Mohotsav of Ayodhya's Ram Temple.. So Kashmiris also sent this love message.

Now such a special gift from this country for the Prana Pratishtha Mohotsav of Ayodhya's Ram Temple.. So Kashmiris also sent this love message.

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ માટે, આજે શનિવાર (20 જાન્યુઆરી) વૈદિક અનુષ્ઠાનનો પાંચમો દિવસ છે જે એક અઠવાડિયા પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

દરમિયાન, વિશ્વભરમાંથી શ્રી રામ મંદિરને ( Ram Mandir  ) ભેટ ( gift ) આવી રહી છે. જેમાં અફઘાનિસ્તાન ( Afghanistan ) પણ સામેલ છે. એક અહેવાલ મુજબ, વિશ્વ હિન્દુ પરિષદના ( Vishwa Hindu Parishad ) પ્રમુખે કાશ્મીર ( Kashmir ) , તમિલનાડુ અને અફઘાનિસ્તાનથી મળેલી ભેટ શ્રી રામ મંદિરના યજમાન અનિલ મિશ્રાને સોંપી દીધા છે..

વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે દાવો કર્યો છે કે શ્રી રામ મંદિરના નિર્માણથી મુસ્લિમ સમુદાય પણ ખુશ છે. તેમણે કહ્યું કે “કાશ્મીરના મુસ્લિમ ભાઈઓ અને બહેનો મને મળવા આવ્યા હતા અને રામ મંદિરના નિર્માણ પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભલે અમે અલગ-અલગ ધર્મોને અનુસરીએ છીએ, પરંતુ અમારા પૂર્વજો એક જ છે. તેમણે 2 કિલો ઓર્ગેનિકલી ઉત્પાદિત શુદ્ધ કેસરને પણ આપ્યું હતું.”

 રામ મંદિર માટે દેશ વિદેશથી ભેટો આવી રહી છે..

અહેવાલમાં વધુમાં જણાવ્યા અનુસાર, દુનિયાના અન્ય દેશો સિવાય અફઘાનિસ્તાન તરફથી પણ ખાસ ભેટ મળી છે. અફઘાનિસ્તાન તરફથી કાબુલ નદીનું પાણી, જેને સ્થાનિક ભાષામાં “કુભા” કહેવામાં આવે છે, શ્રી રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક માટે ભેટ તરીકે પ્રાપ્ત થયું છે. તેમ જ “તામિલનાડુના સિલ્ક ઉત્પાદકોએ શ્રી રામ મંદિરના ચિત્ર સાથે વણાયેલી સિલ્કની ચાદર મોકલી છે .

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir: શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદના નામે મીઠાઈની આડમાં ચાલી રહી છે છેતરપિંડી.. હવે આ ઈ- કોમર્સ પ્લેટફોર્મને ફટકારી નોટીસ..

નોંધનીય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા વિધિના ચોથા દિવસે શુક્રવારે નિયત સમયે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અરણિ મંથન પદ્ધતિથી અગ્નિ દેવને પ્રગટ કરીને વિધિની શરૂઆત કરવામાં આવી હતી.. આ પદ્ધતિમાં શમી અને પીપળના લાકડાના ઘર્ષણથી આગ ઉત્પન્ન થાય છે. શ્રી રામ લલ્લાની મૂર્તિના અભિષેક સમારોહમાં તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા એક લાખ (ત્રણ ટન) મહાપ્રસાદ (લાડુ)નું વિતરણ પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રામલલાની મૂર્તિના અભિષેકના આનંદને દર્શાવતો દશરથ દીપ શુક્રવારે દિવસ પડતાની સાથે જ પ્રગટાવવામાં આવ્યો હતો. તપસ્વી છાવણીના તુલસીબારી પરિસરમાં સ્થાપિત આ દીવાનો પરિઘ ત્રણસો ફૂટ છે. જેમાં 1.25 ક્વિન્ટલ કપાસની વાટ સાથે 21 હજાર લિટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાશીના સુમેરુ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી નરેન્દ્રનંદ સરસ્વતી સહિત મોટી સંખ્યામાં સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રામલલાની નવી મૂર્તિની આંખો હાલમાં ઢંકાયેલી છે. જેને 22 જાન્યુઆરીએ ખોલવામાં આવશે.

Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Narendra Modi: “આ ભારતીયોની ટ્રેન છે!” – PM મોદીએ 4 નવી ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેનોને આપી લીલી ઝંડી
Exit mobile version