ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
દેશમાં કોરોના સામે વેક્સિનેશનનો આંક ઝડપથી વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૮૧ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. હવે સમગ્ર દેશમાં વેક્સિનેશનનો આંક વધીને ૧૩૩ કરોડની નજીક પહોંચી ગયો છે.આસામના ડિબ્રુગઢ ૈંઝ્રસ્ઇ-ઇસ્ઇઝ્ર (પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર)એ એવી ટેસ્ટિંગ કીટ ડેવલપ કરી છે જે માત્ર બે કલાકમાં ક ઓમિક્રોન વેરિયન્ટની હાજરી હોવાની જાણકારી આપશે. અહીંના ડોકટર વિશ્વ બોરકોટોકીએ આ કીટને વિકસિત કરી છે. ડો. બોરકોટોકી અને ૈંઝ્રસ્ઇની પ્રાદેશિક ટીમે રિયલ ટાઈમ આરટી-પીસીઆર ટેસ્ટ કીટ તૈયાર કરી છે. આ ટેસ્ટિંગ કીટથી સમય પણ બચે છે અને એરપોર્ટ માટે જરૂરી ઉપયોગી સાબિત થશે.આરોગ્ય મંત્રાલયે જાહેર કરીકા આંકડા મુજબ કોરોના સામે અત્યાર સુધીમાં ૧૩૨ કરોડ ૮૪ લાખ ૪ હજાર ૭૦૫ ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે આપવામાં આવેલા ૮૧ લાખ ૦૮ હજાર ૭૧૯ વેક્સિનના ડોઝમાંથી ૨૦ લાખ ૧૩ હજાર ૧૪૦ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે ૬૦ લાખ ૯૫ હજાર ૫૭૯ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો.આજે કર્ણાટકમાં ઓમિક્રોનના ત્રીજા કેસની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોન પોઝિટિવ મળી આવેલ આ ૩૪ વર્ષીય વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો. જ્યારે, આંધ્ર પ્રદેશ અને ચંદીગઢમાં પણ ઓમિક્રોનના નવા કેસ સામે આવ્યા છે. આ સાથે હવે દેશમાં ઓમિક્રોનના કુલ ૩૬ કેસ નોંધાયા છે. કર્ણાટકના આરોગ્ય મંત્રી ડૉ.કે.સુધાકરે કહ્યું કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા ૫ પ્રાથમિક અને ૧૫ સેકન્ડરી સંપર્કોને શોધી કાઢવામાં આવ્યા છે. તેમના સેમ્પલ પણ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. સંક્રમિત વ્યક્તિને આઇસોલેશન કરીને તેને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ચંદીગઢમાં ૨૦ વર્ષીય યુવકનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, આ યુવક ૨૨ નવેમ્બરે ઈટાલીથી પરત આવ્યો હતો અને ૧ ડિસેમ્બરે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને ફાઈઝરની વેક્સિનના બંને ડોઝ મળ્યા છે. ચંદીગઢના આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે આજે ફરી યુવકનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. કોઈ વ્યક્તિ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે કે નહીં, તેના ટેસ્ટિંગ માટે આસામના વૈજ્ઞાનિકે કીટ બનાવી છે. આ કીટ દ્વારા માત્ર બે કલાકની અંદર જ ઓમિક્રોનના સંક્રમણની ઓળખ થઈ શકશે. આ કીટ સંપૂર્ણ પણે મેડ ઇન ઈન્ડિયા છે. તેમાં તપાસ માટે હાઈડ્રોલિસિસ આરટી-પીસીઆર સિસ્ટમ આપનાવવામાં આવી છે.
અજબ કિસ્સો : ન્યુઝીલેન્ડમાં એક વ્યક્તિએ ૧ દિવસમાં ૧૦ વાર લીધી રસી, જાણો હવે શું થયું