ઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
મધ્યપ્રદેશના વનવિભાગે ગામમાં રહેતા એક ૩૦ વર્ષિય વ્યક્તિને ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાત એમ છે કે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં સિલ્વાની ગામમાં રહેતા છોટેલાલ ભીલાલા નામના વ્યક્તિએ વન વિભાગની હદમાં આવેલા બે સાગના ઝાડ ને ભૂલ માં કાપી નાખ્યા. ત્યારબાદ જ્યારે આ ઘટનાની વનવિભાગને ખબર પડી તેમણે દંડ સ્વરૂપે પ્રતિવર્ષ પ્રત્યેક ઝાડ કેટલા લાખ રૂપિયાનો ઓક્સીજન આપે છે તેના આધારે દંડની આકારણી કરી. આ ઉપરાંત ઝાડ કાપવા ને કારણે જમીનનું કેટલા રૂપિયાનું નુકસાન થશે તે પણ જોવામાં આવ્યું.
તમામ નુકસાન નો હિસાબ લગાડતા આંકડો એક કરોડ વીસ લાખ રૂપિયા પર પહોંચ્યો.
હવે સવાલ એ ઉભો થાય છે કે ગામના ગરીબ લોકો આટલા પૈસા લાવશે ક્યાંથી?
આ ભારતીય અભિનેત્રીએ લંડન થી ભારત માટે ફંડ ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. કરી આ ઈમોશનલ અપીલ.