ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
એન્ટિબોડીઝ કે જે કોરોના સામે લડવા માટે ખૂબ ઉપયોગી હોય છે. આ એન્ટીબોડીઝ દરેક વ્યક્તિમાં મળી શકે છે. એવું સંશોધન રાષ્ટ્રીય કક્ષાની ખાનગી લેબમાં શોધાયું છે. શહેરો અને દેશની કેટલીક અગ્રણી સંશોધન સંસ્થાઓના સર્વેના પરિણામો બતાવે છે કે, ભારતીયોની કોરોના સામેની લડવાની રોગપ્રતિકારક શક્તિ અન્ય લોકો કરતાં ઊંચી છે. સર્વેમાં કહેવાયું છે કે 'ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કેટલાક વિસ્તારોમાં ખૂબ જ સીરો પોઝિટિવિટી' દેખાઈ રહી છે. જે સ્પષ્ટ કરે છે કે ભારતીયોમાં પ્રતિરક્ષા વધુ મજબૂત છે.
આજકાલ બહુ સાંભળવા મળતો શબ્દ 'એન્ટિબોડીઝ' છે શું..??
શરીરમાં એન્ટિબોડીઝ ની હાજરી નો અર્થ એ છે કે વ્યક્તિએ કોરોનાથી પ્રતિરક્ષા મેળવી લીધી છે. જોકે આ પ્રતિરક્ષા કેટલા સમય સુધી ટકશે એ અંગે હજુ કોઈ નિષ્ણાતોનો અભિપ્રાય સામે આવ્યો નથી. જ્યારે એન્ટિબોડીઝ જરૂર કરતા વધુ લોકોમાં જોવા મળે છે. ત્યારે તે નોવેલ કોરોના વાયરસ સામે વધુ પ્રતિરક્ષા વિકસાવી શકે છે. શરીરમાંથી એન્ટિબોડીઝ મળવા નો અર્થ એ છે કે આ વ્યક્તિએ કોરોનાથી ઇમ્યુનિટી મેળવી લીધી છે.
જ્યારે એક સીમા કરતાં વધારે લોકોમાં એન્ટીબોડી મળે છે તો તેનાથી નોવેલ કોરોના વાયરસ સામે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ શકે છે. દેશભરમાં થયેલા એન્ટીબોડી ટેસ્ટમાં સામે આવ્યું છે, કે લોકલ લેવલ પર પોઝિટિવિટી વધારે છે. દેશભરમાં લગભગ બે લાખથી વધુ લોકોના ટેસ્ટ થયા છે. જેમાં લગભગ 24 ટકા વ્યક્તિઓમાં કોવિડ 19 સામે એન્ટીબોડી મળી આવી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com