ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુન 2020
સરહદ પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા અડચણમાં મોટી ઘટનામાં સોમવારે રાત્રે પૂર્વી લદ્દાખમાં ગાલવાન વિસ્તારમાં સૈનિકો વચ્ચે થયેલી સામસામે હિંસક ઘટનામાં ભારતીય સૈન્યના એક અધિકારી અને બે જવાનોએ જીવ ગુમાવ્યો છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ આપડા જાબાઝ જવાનો એ પણ ચીનના જવાનોને માર્યા છે પરંતુ હજુ સુધી સંખ્યા જાણવા મળી નથી.
“ગાલવાન ખીણમાં ચાલતી ડી-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ગઈકાલે રાત્રે હિંસક ઝડપ નો સામનો કરવો પડ્યો હતો જેમાં બંને પક્ષે જાનહાનિ થઈ હતી. ભારતીય પક્ષના જાનહાનીમાં એક અધિકારી અને બે સૈનિકોનો સમાવેશ થાય છે, ”આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બંને પક્ષના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હાલમાં પરિસ્થિતિને ઓછી કરવા માટે સ્થળ પર બેઠક કરી રહ્યા છે.
જો કે, આર્મીના સૂત્રોએ જણાવ્યું હતું કે સામ-સામેના સમયે કોઈ ફાયરિંગ થયું ન હતું. 1975 થી બોર્ડર પર કોઈ ફાયરિંગ થઈ નથી.
ભારતમાં પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ ની સાથે વિદેશ મંત્રી અને થલ સેના ના અધિકારીઓની એક બેઠક ચાલી રહી છે. જેમાં રક્ષા મંત્રી અને ત્રણેય સેનાના હેડ બિપિન રાવત મોજુદ છે.