News Continuous Bureau | Mumbai
Ladakh: લદ્દાખ (Ladakh) ના માઉન્ટ કુન (Mount Kun) પર હિમસ્ખલન (Avalanche) ને કારણે ભારતીય સેના (Indian Army) ના એક જવાનનું મૃત્યુ થયું છે, જ્યારે ત્રણ સૈનિકો ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. ત્રણ ગુમ સૈનિકો બરફમાં ફસાયા છે, આ લોકોને શોધવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
લદ્દાખના માઉન્ટ કુન પર ભારતીય સેનાના પર્વતારોહકોનું એક જૂથ પર્વતારોહણ કરી રહ્યું હતું દરમિયાન થયેલા હિમસ્ખલનની ચપેટમાં આવતા એક સૈનિકનું મોત થયું હતું, જયારે ત્રણ સૈનિકો હજુ ગુમ છે. અહેવાલો મુજબ હાઈ એલ્ટિટ્યુડ વેલ્ફેર સ્કૂલ અને આર્મી એડવેન્ચર વિંગની 40 સૈનિકોની એક ટીમ લદ્દાખમાં નિયમિત તાલીમ માટે માઉન્ટ કુન ગઈ હતી. 8 ઓક્ટોબર રવિવારના રોજ તાલીમ દરમિયાન, ટીમ અચાનક થયેલા હિમપ્રપાતનો ભોગ બની હતી.
આર્મી તરફથી મળેલી માહિતી મુજબ લદ્દાખ સ્થિત હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ (HAWS) અને ભારતીય સેનાની આર્મી એડવેન્ચર વિંગ સાથે જોડાયેલા લોકો માઉન્ટ કુન પાસે નિયમિત તાલીમ પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતા. દરમિયાન, લગભગ 40 લોકોનું જૂથ હિમપ્રપાતની ઝપેટમાં આવી ગયું હતું.
આ સમાચાર પણ વાંચો : Israel-Palestine Conflict : ‘યુદ્ધ હમાસે શરૂ કર્યું, પરંતુ તેને ખતમ અમે કરીશું’, ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુનો લલકાર..
સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલું…
આ દરમિયાન સેનાના ચાર જવાનો બરફમાં ફસાઈ ગયા હતા. એક સૈનિકનું મોત થયું છે જ્યારે બાકીના ત્રણ જવાનોની શોધ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ખરાબ હવામાન છતાં બરફમાં ફસાયેલા જવાનોને બચાવવા માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં, જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગના ઉપલા ભાગોમાં મોટા હિમપ્રપાતને કારણે પોલેન્ડના બે પ્રવાસીઓ માર્યા ગયા હતા અને 21 લોકો ફસાઈ ગયા હતા જેમને પાછળથી બચાવી લેવામાં આવ્યા હતા. અગાઉ એપ્રિલ મહિનામાં પૂર્વ સિક્કિમના નાથુલા વિસ્તારમાં ભારે હિમપ્રપાતમાં સાત પ્રવાસીઓના મોત થયા હતા અને 25-30 પ્રવાસીઓ અને છ વાહનો બરફમાં ફસાયા હતા.
One Indian Army soldier killed, 3 missing after avalanche hits Mount Kun in Ladakh; search op underway
Read @ANI Story | https://t.co/CebGruMPvW#IndianArmy #Ladakh #Avalanche pic.twitter.com/O0Wxc8nB44
— ANI Digital (@ani_digital) October 9, 2023