ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 ડિસેમ્બર 2021
ગુરુવાર
કોરોના સંક્રમણને કારણે લાંબા સમયથી ટિકિટ બુક ન કરાવનારા પ્રવાસીઓ માટે રેલવેએ નવા નિયમો રજૂ કર્યા ચે. આઇઆરસીટીસી પોર્ટલ પરથી ટિકિટ ખરીદવા માટે આ લોકોએ પહેલા તેમના મોબાઇળ નંબર અને ઇમેલને વેરિફાઇ કરવાની જરૃર પડશે. ત્યાર પછી જ પ્રવાસીઓને ટિકિટ મળશે. જાે કે પ્રવાસીઓ ઓનલાઇન સિવાય ટિકિટ ખરીદે છે તેમણે આ પ્રક્રિયાથી પસાર થવું નહી પડે.ેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટી) દ્વારા ઓનલાઇન ટિકિટ ખરીદી કરનારા પ્રવાસીઓએ હવે મોબાઇલ અને ઇ-મેલ વેરિફિકેશન કરાવવું પડશે. ત્યારબાદ જ ટિકિટ મળશે. આઇઆરસીટીસી ભારતીય રેલવે હેઠળ ઇ- ટિકિટનું ઓનલાઇન વેચાણ કરે છે. પ્રવાસીઓ ટિકિટ માટે આ પોર્ટલ પર લોગીન અને પાસવર્ડ બનાવે છે અને પછી ઓનલાઇન ટ્રેન બુકિંગને લાભ લે છે. કોરોના વાયરસનો ઉપદ્રવ શમી જતાં જ ટ્રેનો દોડવા લાગી છે. આવી સ્થિતિમાં ટિકિટના વેચાણમાં પણ વધારો થયો છે. હાલમાં ૨૪ કલાકમાં લગભગ આઠ લાખ ટ્રેન ટિકિટો બુક થઇ રહી છે. પ્રાપ્ત જાણકારી મુજબ કોરોનાની પ્રથમ અને બીજી લહેર અને તે પહેલાં પોર્ટલ પર નિષ્ક્રિય રહેલા અકાઉન્ટની ખાતરી કરવા માટે મોબાઇલ નંબર અને ઇમેલ ચકાસણીની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.