News Continuous Bureau | Mumbai
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential Election) થઈ ગઈ છે અને હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી(Election of Vice President) થવાની છે ત્યારે વિરોધપક્ષના(opposition Party) ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર(Vice President Candidate) માર્ગરેટ આલ્વાનો(Margaret Alva) ફોન બંધ કરી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. તેને કારણે રાજકીય સ્તરે(political level) બબાલ મચી ગઈ છે.
વિરોધ પક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના નેતા માર્ગરેટ આલ્વાએ મિડિયાને કહ્યું હતું કે કે સોમવારથી તેમનો ફોન બંધ થઈ ગયો છે. ભાજપના નેતાઓને(BJP Leaders) કોલ કર્યા બાદથી તેમનો ફોન બંધ કરી દેવામાં આવ્યો છે. તેને લઈને તેમણે સોશિયલ મિડિયા(Social Media) પર ટ્વીટ પણ કરી હતી. તેમણે મોબાઈલ કંપની(Mobile company) પર વ્યંગ કર્યો હતો કે જો તેમની સર્વિસ ફરીથી ચાલુ થઈ જશે તો તેઓ ભાજપ(BJP), તૃણમુલ કોંગ્રેસ(TMC) અને બીજુ જનતા દળના કોઈપણ સાંસદને ફોન કરશે નહીં.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે વિપક્ષને આપ્યો ઝટકો-આ કેન્દ્રીય તપાસ એજન્સીની કાર્યવાહીને કાયદેસર ગણાવી-સમન અને ધરપકડ કરવાનો અધિકાર
માર્ગારેટ આલ્વાએ ટ્વિટ્ટર પર મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડને(Mahanagar Telephone Corporation Ltd) ટેગ કરીને લખ્યું હતું કે એમટીએનએલએ(MTNL) મારું સીમ કાર્ડ 24 કલાક માટે બ્લોક કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે માર્ગરેટ આલ્વાને બંધારણીય પદ રહેવાનો ખાસ્સો અનુભવ છે. તેઓ ગોવાના 17મા, ગુજરાતના 23મા, રાજસ્થાનના 20 અને ઉત્તરાખંડના ચોથા રાજ્યપાલ રહી ચૂક્યા છે. કુલ ચાર વખત રાજ્યપાલ તરીકે સેવા આપી છે. તેઓ ચાર વખત રાજ્યસભાના સદસ્ય રહ્યાં છે. એક વખત લોકસભા સાંસદ બન્યાં છે. કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યાં છે.