ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ફેબ્રુઆરી 2021
હૈદરાબાદ સ્થિત સીસી એમબીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ભારત દેશમાં કુલ ૭,૬૮૪ પ્રકારના કોરોનાવાયરસ છે. આખા દેશમાં કોરોના ના જેટલા સેમ્પલ મળી આવ્યા છે તેમાંથી 22 રાજ્યોની 35 લેબોરેટરીના સેમ્પલ એકત્રિત કર્યા બાદ તેનું જેનોમ સિકવન્સ કર્યા પછી આ આંકડો સામે આવ્યો છે. ચોંકાવનારી વિગત એમ છે કે આખા દેશમાં કરોડો લોકોને કોરોનાવાયરસ થયો છે પરંતુ અત્યાર સુધી માત્ર આટલા પ્રકારના કોરોના શોધવામાં આવ્યા છે.
વૈજ્ઞાનિકોએ એક વાતનો ખુલાસો કર્યો છે કે સૌથી વધુ અલગ અલગ પ્રકારના કોરોના દક્ષિણ ભારતમાં જોવા મળ્યા છે.
આ ઉપરાંત e484 અને એન 501 વાય પ્રકારના કોરોનાવાયરસ સૌથી વધારે ઘાતક છે અને તે સૌથી વધુ જીવલેણ છે. તેલંગાણામાં 987 પ્રકારના તેમજ આંધ્રપ્રદેશમાં 296 પ્રકારના કોરોનાવાયરસ જોવા મળ્યા છે.
આમ કોરોના ભલે એક વાયરસ હોય પરંતુ તેના અનેક પ્રકારો એટલે કે સ્વરૂપ છે. કોરોના પોતાનું સ્વરૂપ બદલવા માહેર છે અને એ જ કારણ છે કે તેની ઉપર અલગ અલગ દવાઓના પ્રયોગ કરવા પડે છે તેમજ એક દવા પૂર્ણ રીતે કારગર નથી.