News Continuous Bureau | Mumbai
Pakistan LOC Firing: પાકિસ્તાની સેના જમ્મુ-કાશ્મીરના ચાર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર ગોળીબાર કરી રહી છે. જેનો ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપી રહી છે. ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ મિસાઇલ હુમલા શરૂ કર્યા બાદ પાકિસ્તાની સેનાએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના સરહદી ગામડાઓને નિશાન બનાવીને ભારે ગોળીબાર શરૂ કર્યો હતો.
Pakistan LOC Firing: ગુરુવારે સરહદ પારથી ગોળીબારની તીવ્રતા ઓછી
મીડિયા રિપોર્ટ મુજબ બુધવારની સરખામણીમાં ગુરુવારે સરહદ પારથી ગોળીબારની તીવ્રતા ઓછી હતી અને તે ચાર સેક્ટર સુધી મર્યાદિત હતી. 7 અને 8 મેની રાત્રે, પાકિસ્તાની સેના દ્વારા કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર નાના હથિયારો અને તોપખાનાનો ઉપયોગ કરીને કોઈ ઉશ્કેરણી વિના હુમલા કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો.
#WATCH | Jammu and Kashmir: Visuals from villages along LoC
Pakistan has resorted to artillery shelling on civilian areas after the Indian Army hit nine terror hotbeds in Pakistan on the intervening night of 6-7 May pic.twitter.com/1p4DxOrJZk
— ANI (@ANI) May 8, 2025
જોકે સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. દરમિયાન બુધવારે પૂંછ સેક્ટરમાં ભારે ગોળીબારમાં 13 લોકો માર્યા ગયા હતા, જે જમ્મુના સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર હતો, પરંતુ રાત્રે પરિસ્થિતિ સામાન્ય રહી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરહદી વિસ્તારના સેંકડો રહેવાસીઓ પહેલાથી જ સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. પાકિસ્તાની ગોળીબારમાં માર્યા ગયેલા 13 લોકોમાં ‘૫-ફીલ્ડ રેજિમેન્ટ’ના લાન્સ નાયક દિનેશ કુમારનો પણ સમાવેશ થાય છે.
‘X’ પરની એક પોસ્ટમાં, સેનાએ કહ્યું, વ્હાઇટ નાઈટ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ અને તમામ રેન્કના અધિકારીઓ અને સૈનિકો રેજિમેન્ટના લાન્સ નાયક દિનેશ કુમારના બલિદાનને સલામ કરે છે, જેમણે 7 મેના રોજ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. અમે પૂંછ સેક્ટરમાં નિર્દોષ નાગરિકો પર લક્ષિત હુમલાના તમામ પીડિતો સાથે ઉભા છીએ.
આ સમાચાર પણ વાંચો: Operation Sindoor Air Force : ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી ભારતીય વાયુસેના (Air Force)ને મળી ખુલ્લી છૂટ
Pakistan LOC Firing: જમ્મુ ક્ષેત્રના પાંચ સરહદી જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ
મહત્વનું છે કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. વધતા તણાવને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ આદેશ આપ્યો છે કે જમ્મુ ક્ષેત્રના પાંચ સરહદી જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ગુરુવારે સતત બીજા દિવસે બંધ રહેશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)