ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
દેશમાં પનામા પેપર્સ સંબંધિત ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ સામે આવી હોવાનો ખુલાસો સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સ (CBDT)એ એક RTIના જવાબમાં કર્યો છે. એક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ દ્વારા કરાયેલી એક RTIના જવાબમાં CBDTએ જણાવ્યું છે કે જૂન 2021 સુધીમાં, તપાસ બાદ ભારત અને વિદેશમાં એના દ્વારા રૂ. 20,078 કરોડની અઘોષિત સંપત્તિની ઓળખ કરવામાં આવી છે.
અગાઉ જૂન 2019માં આ અઘોષિત સંપત્તિ રૂ. 1,564 કરોડ અને એપ્રિલ 2018માં રૂ.1,088 કરોડ હતી.CBDTએ ‘લીધેલીઍક્શન’માટે નવીનતમ ડેટા પણ સબમિટ કર્યો છે. ગત મહિના સુધી, બ્લૅક મની ઍક્ટ અને આવકવેરા અધિનિયમ હેઠળ વિવિધ અદાલતોમાં 46 કાર્યવાહી કરવામાં આવી છે. 83 કેસોમાં, શોધ અને સર્વે હાથ ધરવામાં આવ્યા છે.
કોરોના લાંબા સમય સુધી પીછો નહીં છોડે; કોરોના મહામારી અંગે નિષ્ણાતોએ વ્યક્ત કર્યો આ મત, જાણો વિગત
નોંધપાત્ર વાત એ છે કે CBDTએ ખુલાસો કર્યો છે કે આ કેસો માટે ટૅક્સની વસૂલાત પણ શરૂ થઈ ગઈ છે. RTIના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે CBDTએ જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમની પાસેથી 142 કરોડનો કર વસૂલ્યો છે – અદાલતોમાં કેસ આગળ વધતાં આ આંકડો વધવાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે પનામા પેપર્સ ઇન્ટરનૅશનલ કન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) અને 100 મીડિયા ભાગીદારો સાથે સંકળાયેલી તપાસનાં તારણો એપ્રિલ 2016માં ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ભારતમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં.