News Continuous Bureau | Mumbai
Pension Court: ભારત સરકારના ડાક વિભાગના ( Postal Department ) રેલવે મેલ સર્વિસ ( Railway Mail Service ) એએમ ડિવિઝનમાંથી ( AM Division ) સેવા નિવૃત્ત થયેલા પેન્શનધારકોને ( pensioners ) જાણ કરવામાં આવે છે કે એએમ ડિવિઝનમાંથી સેવા નિવૃત્ત થયેલા પેન્શનરો માટે પેન્શન અદાલતનું આયોજન 29/12/2023ના રોજ 11.00 વાગે પ્રવર અધિક્ષક આર.એમ.એસ. કાર્યાલય એએમ ડિવિઝન, આશ્રમરોડ, અમદાવાદ-380009 ખાતે કરાશે.
તેથી જો આ વિભાગમાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનધારકોને પોતાના પેન્શનનો ( pension ) લઈને કોઈ ફરિયાદ હોય તો તે તારીખ 27/12/2023 સુધી શ્રી આર.ટી. પરમાર, સહાયક અધિક્ષક આર.એમ.એસ. એએમ ડિવિઝનના કાર્યાલય, આરએમએસ કાર્યાલય, અમદાવાદ-39009ને મળે એ પ્રમાણે મોકલવાની રહેશે.
આ સમાચાર પણ વાંચો : Kashi Tamil Sangamam 2023: પ્રધાનમંત્રીએ કાશી તમિલ સંગમમ 2023નું ઉદઘાટન કર્યું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
 
			         
			         
                                                        