‘પડતા પર પાટું’ સતત 13 દિવસે પેટ્રોલ 56 પૈસા, ડીઝલ 63 પૈસા મોંઘું થયું

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
19 જુન 2020
 એક બાજુ કોરોના જેવી મહામારી, બીજી બાજુ લોકડાઉનને કારણે સામાન્ય લોકોના ધંધા રોજગારને આર્થિક તંગી નડી રહી છે. એવા સમયે સતત આજે 13 દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થવો ભારતીય જનતા માટે પડતા પર પાટું પડવા જેવું છે. 

પેટ્રોલના ભાવમાં આજે 56 પૈસાનો વધારો થયો જ્યારે ડીઝલના ભાવમાં 63 પૈસાનો વધારો નોંધાયો છે. આમ કુલ એક લિટર પેટ્રોલનો ભાવ આજ થી દિલ્હી ખાતે 78.37 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 77.06 ચુકવવી પડશે.  આમ આ સપ્તાહના સતત પાંચમાં કારોબારી દિવસે તેલની કિંમતો વધી છે. હવે વાત કરીએ કુલ 13 દિવસમાં કેટલા પૈસા વધ્યા? તો પેટ્રોલના ભાવમાં કુલ 7.11 રૂપિયા અને ડીઝલમાં કુલ 7 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે.

 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment