News Continuous Bureau | Mumbai
Piyush Goyal: દેશમાં સતત ત્રીજી વખત એનડીએ પોતાની સરકાર બનાવી છે. જે બાદ કેબિનેટ ખાતાઓ પણ વહેંચાય ગયા છે. જેમાં પીયૂષ ગોયલે મંગળવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો ( Ministry of Commerce and Industry ) કારોભાર સંભાળ્યો હતો અને નિવેદન આપતા કહ્યું હતું કે, તેનો ઉદ્દેશ્ય દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો અને 2047 સુધીમાં ભારતને વિક્ષિત ભારત બનાવવાનો છે.
અમે 2047 સુધીમાં ભારતને ( Viksit Bharat 2047 ) વિક્ષિત ભારત બનાવવા માંગીએ છીએ, યુવાનો માટે મોટી નવી તકો ઉભી કરવા માંગીએ છે, આ માટે હવે રોજગાર વધારવા ( Employment ) પર વધુ ભાર આપવામાં આવશે, એમ ગોયલે તેમના નિવેદનમાં આગળ કહ્યું હતું.
Piyush Goyal: ઉત્પાદનનો હિસ્સો 2047 સુધીમાં 25% સુધી વધારવા માટે રૂ. 1.97 લાખ કરોડની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ યોજનાઓ શરૂ કરી હતી…
ગોયલે બીજી વખત મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ, દેશની આગળની રણનીતી અને પડકારોના સામનો કરવા તથા ભવિષ્યના રોડમેપની સમીક્ષા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
મુંબઈ ઉત્તર મતવિસ્તારમાંથી તેમની પ્રથમ લોકસભા ચૂંટણી જીતનાર ગોયલે આ અગાઉ ભાજપના ( BJP ) રાષ્ટ્રીય ખજાનચીનું પદ સંભાળ્યું હતું અને રેલ્વે, વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર સહિત વિવિધ મંત્રાલયોનું સંચાલન પણ કર્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયા, UAE, મોરેશિયસ અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે ભારતના મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કરવાનો શ્રેય પિયુષ ગોયલને જ જાય છે.
આ સમાચાર પણ વાંચો: Elephants: હાથીઓના પણ માણસો જેવા નામ હોય છે, તેનો ઉપયોગ એકબીજાને બોલાવવા માટે કરે છે, સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો.
તેમની અધ્યક્ષા હેઠળ, ભારતે GDPમાં ( India GDP ) તેનો ઉત્પાદનનો હિસ્સો 2047 સુધીમાં 25% સુધી વધારવા માટે રૂ. 1.97 લાખ કરોડની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ ( PLI ) યોજનાઓ શરૂ કરી હતી. જેમાં હાલ ભારતનો ઉત્પાદનનો હિસ્સો લગભગ 17% થઈ ગયો છે. જો કે, તેઓ ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વચ્ચે નિકાસને 2030 સુધીમાં $2 ટ્રિલિયન સુધી લઈ જવા અને યુકે અને EU સાથે જટિલ FTAs માટે વાટાઘાટો કરવા પડકારોનો સામનો કરી રહ્યા છે. પીએલઆઈ સ્કીમ્સમાં ( PLI schemes ) ઓટો પ્રોડક્ટ્સ, એસીસી બેટરી, સ્પેશિયાલિટી સ્ટીલ જેવા લેગર્ડ્સને આગળ ધપાવવાની પણ હવે જરૂર છે.