PM-Janaman Mission:દેશના PVTG બહુમતી આદિવાસી વિસ્તારોમાં જાગરૂકતા વધારવા સરકાર આ તારીખ સુધી ચલાવશે અભિયાન..

PM-Janaman Mission: દેશભરના 194 જિલ્લાઓમાં ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી) અને પીવીટીજી પરિવારો સુધી પહોંચવાના ઉદ્દેશ સાથે,

by Akash Rajbhar
PM-Janaman Mission The government will run a campaign till this date to increase awareness

News Continuous Bureau | Mumbai

PM-Janaman Mission: દેશભરના 194 જિલ્લાઓમાં ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી) અને પીવીટીજી પરિવારો સુધી પહોંચવાના ઉદ્દેશ સાથે, કેન્દ્રીય આદિજાતિ બાબતોનું મંત્રાલય 23 ઓગસ્ટ, 2024થી 10 સપ્ટેમ્બર 2024 સુધી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) માટે રાષ્ટ્રવ્યાપી માહિતી, શિક્ષણ અને સંચાર (આઇઇસી) અભિયાન અને લાભાર્થી સંતૃપ્તિ શિબિરો ચલાવી રહ્યું છે.

કેન્દ્રીય આદિજાતિ બાબતોનાં મંત્રી શ્રી જુઆલ ઓરામ અને રાજ્ય મંત્રી શ્રી દુર્ગાદાસ ઉઇકીએ ગઈકાલે બોલાવેલી બેઠકમાં પીએમ-જનમન હેઠળની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી અને પીએમ-જનમન પર આઇઇસી અભિયાનની તૈયારીની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસ (15 નવેમ્બર, 2023) પર પ્રધાનમંત્રી જનમાન મિશનનો ઝારખંડના ખૂંટી જિલ્લામાંથી શુભારંભ કરાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃMinistry of Education:શિક્ષણ મંત્રાલયે શાળાઓમાં બાળકોની સુરક્ષા માટે બહાર પાડી માર્ગદર્શિકા; તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કરી આ અપીલ..

ઝુંબેશ પ્રવૃત્તિઓ અને પહોંચ

ગયા વર્ષે 100 જિલ્લાઓમાં એક વ્યાપક આઈઈસી અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આશરે 500 બ્લોક્સ અને 15,000 પીવીટીજી રહેઠાણોને આવરી લેવામાં આવ્યા હતા. આ વર્ષે, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના 194 જિલ્લાઓના 28,700 પીવીટીજી આવાસોમાં 10.7 લાખ પીવીટીજી કુટુંબોના 44.6 લાખ પીવીટીજી વ્યક્તિઓ સુધી પહોંચવા માટે વધુ સઘન અભિયાનની કલ્પના કરવામાં આવી છે. તમામ સ્તરે – રાજ્યોથી લઈને જિલ્લાઓ સુધી, બ્લોકથી ગામ સુધી, પીવીટીજી વસવાટના સ્તર સુધી તમામ સ્તરે જાગૃતિ ફેલાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉક્ત 194 જિલ્લાઓના 16,500 ગામો, 15,૦૦૦ ગ્રામ પંચાયતો અને 1000 તાલુકાઓને આવરી લેવાનું લક્ષ્ય છે.

આ ઝુંબેશનો ઉદ્દેશ મુખ્ય વ્યક્તિગત અધિકારો સાથે પીવીટીજી પરિવારોને સંતૃપ્ત કરવાનો અને પીવીટીજી આવાસોને મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરવા માટે પીએમ-જનમન હસ્તક્ષેપ વિશેની માહિતીનો પ્રસાર કરવાનો છે, જેથી આ આદિવાસી સમુદાયોને કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ અને તેના હેઠળના લાભો વિશે જાગૃત કરી શકાય. આ પહેલ દરેક પીવીટીજી પરિવારને આવરી લેશે, જે અંતર, માર્ગના અભાવ અને ડિજિટલ કનેક્ટિવિટીને કારણે સંપર્ક વિહોણા રહ્યા છે અને તેમના ઘરઆંગણે સુવિધાઓ પ્રદાન કરશે. આ કાર્યક્રમોના આયોજન માટે હાટ બજાર, સામુદાયિક સેવા કેન્દ્ર, ગ્રામ પંચાયત, આંગણવાડી, બહુહેતુક કેન્દ્રો, વનધન વિકાસ કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો જેવા સ્થળોનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત માયભારતના સ્વયંસેવકો, નહેરુ યુવા કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, એનએસએસ, એનસીસી, એસએચજી/એફપીઓ અને આ પ્રકારની અન્ય સંસ્થાઓ જેવી સંસ્થાઓની સક્રિય ભાગીદારીની પણ માંગ કરવામાં આવી રહી છે, જેથી આ અભિયાનની સફળતા સુનિશ્ચિત કરી શકાય.

આ સમાચાર પણ વાંચોઃDividend Check:ભારત સરકાર દ્વારા 76.32 કરોડની શેર મૂડી પર 25% ડિવિડન્ડ, રેપકો બેંકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અર્પણ કર્યો અધધ આટલા કરોડનો ચેક..

  • સમગ્ર અભિયાનના સમયગાળા દરમિયાન આધાર કાર્ડ, સામુદાયિક પ્રમાણપત્રો, જનધન ખાતાઓ અને વન અધિકાર અધિનિયમ (એફઆરએ) લાભાર્થીઓ માટે પટ્ટા પ્રદાન કરવામાં આવશે, કારણ કે આ અન્ય યોજનાઓ માટે મૂળભૂત જરૂરિયાતો છે.
  • પીએમ જનમન ઇન્ટરવેન્શન કાર્ડ્સ પીવીટીજીની ભાષામાં વહેંચવામાં આવશે.
  • આ અભિયાનના એક હિસ્સામાં લાભાર્થી સંતૃપ્તિ શિબિરો અને સ્વાસ્થ્ય શિબિરોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ શિબિરોમાં વ્યક્તિઓ/કુટુંબો માટે યોજનાઓ હેઠળ તાત્કાલિક લાભ પ્રદાન કરવા અને ખાસ કરીને પીવીટીજી જૂથો માટે સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ, જેમ કે સિકલ સેલ રોગ માટે સ્ક્રીનિંગ પરીક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
  • પેમ્ફલેટ્સ, વીડિયો, ક્રિએટિવ્સ, ઇન્ફોગ્રાફિક્સ વગેરે જેવી જાગૃતિ સામગ્રીનો ઉપયોગ સ્થાનિક અને આદિવાસી ભાષાઓમાં થવાની અપેક્ષા છે.
  • મુખ્ય પીએમ-જનમન સંદેશા સાથેની થિમેટિક વોલ પેઇન્ટિંગ્સ ખાનગી માલિકીના રહેઠાણોને શણગારશે.
  • શિષ્યવૃત્તિ, માતૃત્વ લાભ યોજનાઓ, કિસાન ક્રેડિટ કાર્ડ, કિસાન સન્માન નિધિ, એસસીડીના દર્દીઓ માટે વિકલાંગતા પ્રમાણપત્રો વગેરે જેવી વિવિધ યોજનાઓ હેઠળનો લાભ યોગ્ય પી.વી.ટી.જી. લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
  • યોજનાના લાભાર્થીઓ અને સિદ્ધિઓ સમુદાયના અન્ય સભ્યોને આગળ આવવા માટે પ્રેરિત કરવા માટે વિશેષ સત્રોમાં તેમની સફળતાની વાર્તાઓ જણાવશે.

આ અભિયાનની દેખરેખ માટે દરેક જિલ્લા માટે જિલ્લા સ્તરે અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રાજ્ય કક્ષાના અધિકારીઓ રાજ્ય સરકારોના વિવિધ લાઇન વિભાગો સાથે સંકલન કરીને આ અભિયાન અને મિશનની સફળતા સુનિશ્ચિત કરશે. તમામ સંબંધિત વિભાગોનો સમન્વય સુનિશ્ચિત કરવા માટે નિયમિત અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કન્સલ્ટન્ટ્સ અને અન્ય કરાર આધારિત કર્મચારીઓ માટે સૌથી નીચલા સ્તર સુધીના ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત, વિવિધ રાજ્યોમાં આદિજાતિ સંશોધન સંસ્થાઓ જિલ્લા, બ્લોક અને આદિજાતિ વસવાટના સ્તરે આ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણમાં મદદ કરશે.

આ સમાચાર પણ વાંચોઃDeen Dayal Sparsh Yojana: સંશોધન કાર્ય અને પોસ્ટેજ સ્ટેમ્પમાં રસ માટે ટપાલ વિભાગ “દીન દયાલ સ્પર્શ યોજના” શિષ્યવૃત્તિ આપશે..

મિશનનો ઉદ્દેશ્ય

પીએમ-જનમન મિશન અનુસૂચિત જનજાતિઓ માટે વિકાસ કાર્યયોજના (ડીએપીએસટી) અંતર્ગત નાણાકીય વર્ષ 2023-24થી 2025-26 સુધી રૂ. 24,104 કરોડ (કેન્દ્રનો હિસ્સોઃ રૂ. 15,336 કરોડ અને રાજ્યનો હિસ્સોઃ રૂ. 8,768 કરોડ)નાં અંદાજપત્રીય ખર્ચ સાથે સંબંધિત 11 મહત્ત્વપૂર્ણ હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અન્ય યોજનાઓ અને મંત્રાલયો/વિભાગોને સાંકળતા અન્ય 10 હસ્તક્ષેપોની પણ ઓળખ કરવામાં આવી છે, જે પીવીટીજીના સંપૂર્ણ વિકાસને સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે, જેમ કે આધારમાં નોંધણી, સામુદાયિક પ્રમાણપત્રો ઇશ્યૂ કરવા, પીએમ-જનધન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, વ્યક્તિગત અને સામુદાયિક વન અધિકારોનાં પેન્ડિંગ કેસોનું સમાધાન વગેરે.

15 ડિસેમ્બર, 2023ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય મંથન શિબિર દરમિયાન, મિશનના અમલીકરણની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના 700 થી વધુ અધિકારીઓએ સંયુક્ત રીતે મનોમંથન કર્યું હતું. ત્યારબાદ, પીએમ-જનમન હેઠળ હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે આ વર્ષે 18-19 જુલાઈ, 2024ના રોજ રાજ્યના આદિજાતિ કલ્યાણ વિભાગોના મુખ્ય સચિવો, સચિવો, નિયામકો અને અધિકારીઓ સાથે બે દિવસીય મંથન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ-જનમનના બીજા તબક્કા માટે નવી પહેલો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More