News Continuous Bureau | Mumbai
PM Kisan Yojana દેશના ખેડૂતો માટે મોટી ખુશખબરી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈમ્બતુરથી PM કિસાન સન્માન નિધિ યોજનાનો 21 મો હપ્તો જારી કરશે. આ દરમિયાન દેશના લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં અંદાજે ₹18 હજાર કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે ઉત્તર પ્રદેશના લગભગ 2.15 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આજે PM કિસાન સન્માન નિધિ યોજનાના 21માં હપ્તાના પૈસા આવશે. ઉત્તર પ્રદેશના લાભાર્થી ખેડૂતોના ખાતામાં લગભગ ₹4314.26 કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે. PM કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે, જેની શરૂઆત સરકારે 2019 માં કરી હતી.
6 હજારની વાર્ષિક આર્થિક સહાય અને 2 હજારના 3 હપ્તા
PM કિસાન સન્માન નિધિ યોજના દ્વારા સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ₹6 હજારની આર્થિક સહાય પૂરી પાડે છે. ₹6 હજારની આ આર્થિક મદદ વાર્ષિક 3 હપ્તાઓના રૂપમાં મોકલવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ ₹2 હજારની રકમ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
જો આ કામ ન કરાવ્યું હોય તો 21મો હપ્તો અટકી જશે
PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે તમારે યોજનામાં કેટલાક જરૂરી કાર્યો કરાવી લેવા જોઈએ. જો તમે આ કાર્યો નહીં કરાવો, તો તમે 21 મા હપ્તાના લાભથી વંચિત રહી જશો. આ યોજનાનો લાભ લેવા માટે સ્કીમમાં ઇ-કેવાયસી કરાવવી જરૂરી છે. તમે PM કિસાન પોર્ટલ પર વિઝિટ કરીને સરળતાથી સ્કીમમાં પોતાની ઇ-કેવાયસી કરાવી શકો છો. આ ઉપરાંત, જે ખેડૂતોના બેંક ખાતામાં તકલીફો છે, તેમનો 21 મો હપ્તો અટકી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
આધાર લિંક કરાવવું અને ભૂલો સુધારવી જરૂરી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે તમારે પોતાના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પણ જરૂરી છે. આ ઉપરાંત, યોજનામાં અરજી કરતી વખતે જો તમે કોઈ જાણકારી ખોટી નોંધાવી હોય, તો તેને ઠીક કરાવી લેવી જોઈએ.