Site icon

Viksit Bharat Young Leaders Dialogue PM Modi: PM મોદીએ ‘મન કી બાત’ સંબોધનમાં વિકસિત ભારત માટે યુવાનોની ભાગીદારીનું કર્યું આહ્વાન, કરી આ પહેલની જાહેરાત..

Viksit Bharat Young Leaders Dialogue PM Modi: યુવા નેતૃત્વને પ્રેરણા આપવા માટે 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'ની જાહેરાત કરી. 11-12 જાન્યુઆરી, 2025 ના રોજ ભારત મંડપમ ખાતે સ્વામી વિવેકાનંદના વિઝનની ઉજવણી કરવા માટે યુવા મહા કુંભ

PM Modi Announced 'Viksit Bharat Young Leaders Dialogue' to inspire youth leadership in mann ki baat

PM Modi Announced 'Viksit Bharat Young Leaders Dialogue' to inspire youth leadership in mann ki baat

News Continuous Bureau | Mumbai

Viksit Bharat Young Leaders Dialogue PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસિક મન કી બાત સંબોધનમાં વિકસિત ભારતને આકાર આપવામાં યુવાનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. યુવા દિમાગની શક્તિને ઉજાગર કરતા, તેમણે  11-12 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારી ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ નામની સીમાચિહ્નરૂપ પહેલની જાહેરાત કરી.    

Join Our WhatsApp Community

સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતી નિમિત્તે આ ભવ્ય આયોજન દેશભરના કરોડો યુવાનો માટે ભારતના ભવિષ્ય માટે વિચારોને એક કરવા, વિચાર-વિમર્શ કરવા અને પ્રસ્તુત કરવા માટેના મંચનું કામ કરશે. ગામો, બ્લોક્સ, જિલ્લાઓ અને રાજ્યોમાંથી સાવચેતીપૂર્વક પસંદ કરાયેલા હજારો યુવાન વ્યક્તિઓ સંવાદ માટે એકઠા થશે.

આ કાર્યક્રમ વિશે બોલતા પ્રધાનમંત્રીએ( Narendra Modi )  નવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને પાયાના સ્તરે રાજકીય જોડાણને પોષવા માટે પોતાનું વિઝન વ્યક્ત કર્યું હતું. “લાલ કિલ્લાની પ્રાચીર પરથી, મેં કોઈ રાજકીય વંશ ન ધરાવતા યુવાનોને રાજકારણમાં પગ મૂકવા વિનંતી કરી છે. ‘ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ ( National Youth Festival ) એ દિશામાં વધુ એક પગલું છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ સંવાદમાં ( Viksit Bharat Young Leaders Dialogue PM Modi ) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, વિચારશીલ નેતાઓ અને મહાનુભાવો સામેલ થશે. પ્રધાનમંત્રી પોતે યુવાનો સાથે સહભાગી થશે અને તેમની સાથે વાતચીત કરશે તથા તેમને દેશની પ્રગતિ માટે નવીન વિચારો પ્રસ્તુત કરવા પ્રોત્સાહિત કરશે. આ આંતરદૃષ્ટિ ભારતના ભવિષ્ય માટે એક વ્યાપક રોડમેપ બનાવવામાં પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ યુવાનોને (  Viksit Bharat Young Leaders Dialogue ) રાષ્ટ્રનિર્માણમાં સક્રિયપણે સહભાગી થવાની આ તકનો લાભ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જે લોકો ભારતનાં ભવિષ્યનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે, તેમના માટે આ શ્રેષ્ઠ તક છે. આવો, આપણે સાથે મળીને દેશનું નિર્માણ કરીએ અને દેશને વિકસિત કરીએ.”

આ સમાચાર પણ વાંચો : NSO Annual Industry Survey: નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસ ( NSO ) દ્વારા રાજકોટમાં આ તારીખે યોજાશે એએસઆઈ અંગે કાર્યશિબિર..

આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની ભાવનાની ઉજવણી કરવા, યુવા ( Indian Youth ) માનસને પ્રેરિત કરવા અને ઉજ્જવળ અને વિકસિત ભારતનો પાયો નાંખવામાં એક યાદગાર ક્ષણ બનવાનું વચન આપે છે.

રાષ્ટ્રીય યુવા મહોત્સવની પુનઃકલ્પના વિકસિત ભારત ( Viksit Bharat ) યુવા નેતાઓ સાથેની સંવાદમાં ભારતના ભવિષ્યને આકાર આપવામાં યુવાનોના જોડાણને પ્રેરિત કરવા માટે ચાર તબક્કાની સ્પર્ધા વિકસિત ભારત ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. મેરા યુવા ભારત (MY Bharat) પ્લેટફોર્મ પર આવતીકાલે એટલે કે 25 નવેમ્બર 2024ના રોજ સ્ટેજ 1 – વિકસિત ભારત ક્વિઝ શરૂ થશે. વધુ વિગતો માટે  

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ – રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 સાથે સંબંધિત તમામ વિગતો MY Bharat પ્લેટફોર્મ (https://mybharat.gov.in/) પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version