News Continuous Bureau | Mumbai
Rozgar Mela : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM MOdi) 28 ઓક્ટોબર, 2023ના રોજ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ(Video conferencing) મારફતે નવી ભરતી(New recruitment) થયેલા લોકોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે હોદ્દેદારોને પણ સંબોધન કરશે.
દેશભરમાં ૩૭ સ્થળોએ રોજગાર મેળો યોજાશે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના(Central Govt) વિભાગો તેમજ રાજ્ય સરકારો /કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહી છે, જે આ પહેલને ટેકો આપે છે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં જોડાશે, જેમાં રેલવે મંત્રાલય, ટપાલ વિભાગ, ગૃહ મંત્રાલય, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Station Mahotsav : 29 અને 30 ઓક્ટોબરના રોજ ગાંધીધામ અને હિંમતનગર સ્ટેશન પર ‘સ્ટેશન મહોત્સવ’ ઉજવવામાં આવશે.
રોજગાર મેળો રોજગારીનાં સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. રોજગાર મેળો રોજગાર મેળો રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે તેવી અપેક્ષા છે.
નવા સામેલ થયેલા હોદ્દેદારોને આઇજીઓટી કર્મયોગી પોર્ટલના ઓનલાઇન મોડ્યુલ કર્મયોગી પ્રંભ દ્વારા તાલીમ આપવાની તક પણ મળી રહી છે, જ્યાં ‘કોઈપણ જગ્યાએ કોઈ પણ ઉપકરણ’ શીખવાના ફોર્મેટ માટે 750 થી વધુ ઇ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.