News Continuous Bureau | Mumbai
Station Mahotsav : પશ્ચિમ રેલવે(Western Railway) પર અમદાવાદ(Ahmedabad) મંડળના ગાંધીધામ(Gandhidham) અને હિંમતનગર(Himmatnagar) રેલવે સ્ટેશનો પર 29 અને 30 ઓક્ટોબર, 2023ના રોજ ‘સ્ટેશન મહોત્સવ’ ઉજવવામાં આવશે. ‘સ્ટેશન મહોત્સવ’ ભારતીય રેલવેના ભવ્ય વિરાસત, ઈતિહાસ, લોક કલા અને સંસ્કૃતિના સમન્વય ને પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્ય સાથે ‘સ્ટેશન મહોત્સવ’ ઉજવવામાં આવી રહ્યો છે.
ગાંધીધામ ખાતે “સ્ટેશન મહોત્સવ” નું ઉદ્ઘાટન 29 ઓક્ટોબર, 2023 ના રોજ માનનીય સાંસદ શ્રી વિનોદ ચાવડા અને માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતી મહેશ્વરી દ્વારા કરવામાં આવશે. આ સ્ટેશન મહોત્સવ દરમિયાન ગાંધીધામ સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે,માનનીય સાંસદ દ્વારા બે એસ્કેલેટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મહોત્સવ દ્વારા રેલવે મુસાફરો અને સામાન્ય જનતાને રેલવેના ઈતિહાસ તેમજ સ્થાનિક સંસ્કૃતિ વિશે મહત્વની માહિતી મળશે. ગાંધીધામ સ્ટેશન પર સ્ટેશન મહોત્સવ નું શુભારંભ 29 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 15.00 કલાકે શરૂ થશે.
હિંમતનગર સ્ટેશન પર ‘સ્ટેશન મહોત્સવ’નું ઉદ્ઘાટન 29 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 11.00 કલાકે માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, માનનીય સાંસદ શ્રીમતી રમીલાબેન બારા અને માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Meri Mati Mera Desh: વડાપ્રધાન મોદી 31મી ઓક્ટોબરે આઝાદી કા અમૃત મહોત્સવ, “મેરી માટી મેરા દેશ”ના સમાપન સમારોહમાં બહાદુરોને શ્રદ્ધાંજલિ આપશે.
આ મહોત્સવમાં રેલવે પ્રશાસન દ્વારા સ્ટેશન ના ઈતિહાસ સાથે સંબંધિત ફોટો પ્રદર્શનનું આયોજન કરશે અને સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવશે. 29 ઓક્ટોબર,2023 ના રોજ બંને સ્ટેશનો પર સાંસ્કૃતિક નૃત્ય અને શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન હિંમતનગર અને ગાંધીધામ સ્ટેશન પર તમામ મુસાફરો અને સામાન્ય જનતા માટે હેલ્થ ચેકઅપ કેમ્પ, ફૂડ સ્ટોલ, ચિલ્ડ્રન કોર્નર વગેરે લગાવવામાં આવશે અને સ્વચ્છતા જાગરુકતા કેમ્પેન અને પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.
આ પ્રસંગે રેલવે સલાહકાર સમિતિના સભ્યો, સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય પ્રતિષ્ઠિત નાગરિકોને આમંત્રિત કરવામાં આવશે. આ પ્રસંગે વેસ્ટર્ન રેલવે દ્વારા ગૌરવશાળી અતિતથી ગતિશીલ વર્તમાન સુધી ના સફર વિષય પર બનેલી લઘુ ફિલ્મ પણ આ અવસર પર આ સ્ટેશનો પર દર્શાવવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન બંને રેલવે સ્ટેશન અને સ્ટેશન પરિસરમાં રાખવામાં આવેલા હેરિટેજ સ્ટીમ એન્જિનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માના જણાવ્યા અનુસાર, મંડળના અન્ય સ્ટેશનો પર પણ આવા ‘સ્ટેશન મહોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.