News Continuous Bureau | Mumbai
PM Modi in Rajyasabha: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે.પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમના વક્તવ્યની શરૂઆતમાં તેમણે કહ્યું કે ભારતની આઝાદીના ઈતિહાસમાં, આપણી સંસદીય લોકતાંત્રિક યાત્રામાં ઘણા દાયકાઓ પછી, દેશની જનતાએ ત્રીજી વખત દેશની સેવા કરવા માટે સરકારને ચૂંટી છે. તેમણે કહ્યું- 60 વર્ષ પછી એવું બન્યું છે કે 10 વર્ષ પછી એક સરકાર પાછી આવી છે. આ ઘટના અસામાન્ય છે. કેટલાક લોકો જાણીજોઈને તેમનાથી મોં ફેરવીને બેઠા છે.
PM Modi in Rajyasabha:વિપક્ષના ટોણા પર વળતો પ્રહાર
તેમણે વિપક્ષના ટોણા પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘વિપક્ષના સાથીઓએ અમારી સરકારને એક તૃતિયાંશ સરકાર ગણાવી હતી. હા, અમે માનીએ છીએ કે અમે સરકારના એક તૃતીયાંશ છીએ, અમારી સરકારના 10 વર્ષ થઈ ગયા અને હજુ 20 વર્ષ બાકી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં શાળા-કોલેજ પરિસરમાં તમાકુ વેચનારાઓ સામે હવે પાલિકાની કડક કાર્યવાહી, આ સ્થળો થયા તમાકુ મુક્ત.. જાણો વિગતે..
PM Modi in Rajyasabha: 32 મિનિટના ભાષણ બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું
દરમિયાન વિપક્ષે હંગામો ચાલુ રાખ્યો હતો. 32 મિનિટના ભાષણ બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. તેના પર અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું – તેઓ મારા તરફ નહીં, પરંતુ બંધારણ તરફ પીઠ ફેરવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું- તેઓ (વિપક્ષ) દેશવાસીઓ દ્વારા આપવામાં આવેલા જનાદેશને પચાવી શકતા નથી. ગઈકાલે તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. તેથી જ આજે તે મેદાન છોડીને ભાગી ગયા.
PM Modi in Rajyasabha: પીએમ મોદીએ લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો
પીએમ મોદીએ એક દિવસ પહેલા જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. કોંગ્રેસને પરજીવી ગણાવતા પીએમ મોદીએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. પીએમના ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યો વેલમાં આવી ગયા અને સૂત્રોચ્ચાર કરતા રહ્યા. વિપક્ષના હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે PMએ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો.