News Continuous Bureau | Mumbai
PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં ભૂતાનનાં ( Bhutan ) પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગે સાથે મુલાકાત કરી હતી.
Glad to meet my friend and PM of Bhutan @tsheringtobgay on his first overseas visit in this term. Had productive discussions encompassing various aspects of our unique and special partnership. I convey heartfelt thanks to His Majesty the King of Bhutan and @PMBhutan for inviting… pic.twitter.com/Ab7wXH2TVt
— Narendra Modi (@narendramodi) March 14, 2024
પ્રધાનમંત્રી શેરિંગ તોબગે ( Dasho Tshering Tobgay ) સત્તાવાર મુલાકાતે ભારતની ( India ) મુલાકાતે આવ્યા છે, જેઓ ફેબ્રુઆરી 2024માં પદભાર સંભાળ્યા પછીની તેમની આ પ્રથમ વિદેશ યાત્રા છે.
બંને નેતાઓએ દ્વિપક્ષીય ભાગીદારીનાં ( bilateral partnership ) વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી, જેમાં માળખાગત વિકાસ, જોડાણ, ઊર્જા, હાઇડ્રોપાવર સહકાર, લોકો વચ્ચે આદાનપ્રદાન અને વિકાસલક્ષી સહકાર સામેલ છે. તેમણે વિશેષ અને અનન્ય ભારત-ભૂતાન મૈત્રીને વધારે મજબૂત કરવાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Election Commissioner: લોકસભા ચૂંટણી પહેલા આ બે અધિકારી ચૂંટણી કમિશનર તરીકે નિમાયા, નોટિફિકેશન જાહેર..
ભૂતાનના પ્રધાનમંત્રીએ ભૂતાનની વિકાસલક્ષી પ્રાથમિકતાઓમાં વિશ્વસનીય, વિશ્વાસપાત્ર અને મૂલ્યવાન ભાગીદાર તરીકે ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
મહામહિમ ભૂતાનના રાજા વતી પ્રધાનમંત્રી શેરિંગ તોબગેએ પ્રધાનમંત્રી મોદીને આગામી સપ્તાહે ભૂતાનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)