ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મામલે નવો વળાંક સામે આવ્યો છે.
શીખ ફોર જસ્ટિસ (SFJ)એ ફોન કરીને વડાપ્રધાનની સુરક્ષામાં છીંડુ પાડવાની જવાબદારી સ્વીકારી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસની તપાસ માટે સમિતિ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના 50 કરતાં પણ વધારે વકીલોને આંતરરાષ્ટ્રીય નંબરથી ફોન કરવામાં આવ્યા છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોન કોલ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ હતી તેના સાથે સંબંધિત હતા.
થોડા દિવસો પહેલા લુધિયાણા કોર્ટમાં થયેલા બ્લાસ્ટ પાછળ પણ શીખ ફોર જસ્ટિસ સંગઠનનો હાથ હતો.
ઉલ્લેખનીય છે કે, શીખ ફોર જસ્ટિસ એક ખાલિસ્તાની સંગઠન છે. આ સંગઠનને ભારત સરકાર પ્રતિબંધિત કરી ચુકી છે.
મહારાષ્ટ્રમાં કમોસમી માવઠાએ કાંદાના પાકને પહોંચાડ્યુ નુકસાન, શું કાંદા મોંઘા થશે? જાણો વિગત