Site icon

પીએમ મોદીના નામે વધુ એક અનોખો રેકોર્ડ નોંધાયો.. જાણીને તમને પણ ગર્વ થશે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 ઓગષ્ટ 2020

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નામે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદી લાંબા સમય સુધી સેવા આપતા બિન-કોંગ્રેસ વડાપ્રધાન બન્યા છે. આ કેસમાં તેમણે દેશના પૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ પણ તોડ્યો છે.

નરેન્દ્ર મોદી અત્યાર સુધી સતત 2260 દિવસથી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મોદી પહેલા, અટલ બિહારી વાજપેયીના નામે દેશના વડા પ્રધાન તરીકે સૌથી લાંબા વખત સુધી બિન-કોંગ્રેસ નેતા હોવાનો રેકોર્ડ હતો. વાજપેયી સતત 2256 દિવસો સુધી દેશના વડા પ્રધાન હતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત 2260 દિવસથી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ 26 મે 2014 ના રોજ દેશની સત્તા સંભાળી હતી. જેમાં તેમની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી અને અમિત શાહ મજબૂત બહુમતી સાથે કેન્દ્રીય નેતૃત્વમાં પાછા ફર્યા અને નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા. મોદીનો પ્રથમ કાર્યકાળ 2019 માં સમાપ્ત થયો હતો, પરંતુ 2019 ની લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ રેકોર્ડ બહુમતી સાથે સત્તા પર પાછો ફર્યો અને નરેન્દ્ર મોદી સતત બીજી વખત વડા પ્રધાન બન્યા..

નોંધપાત્ર વાત એ છે કે દેશમાં અત્યાર સુધીમાં 15 વડા પ્રધાનો થઇ ગયા છે. પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નામ પર સૌથી લાંબો સમય વડા પ્રધાન બનવાનો રેકોર્ડ છે. જવાહરલાલ નહેરુ 6,130 દિવસ દેશના વડા પ્રધાન હતા. તે પછી, બીજા સ્થાને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનું નામ આવે છે. ઇન્દિરા ગાંધીએ 5,829 દિવસ સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઈન્દિરા ગાંધી પછી, ડો.મનમોહન સિંઘ સૌથી લાંબા સમય સુધી દેશના વડા પ્રધાન હતા. મનમોહન સિંઘ 2004 થી 2014 સુધી એટલે કે 10 વર્ષ વડા પ્રધાન રહ્યા…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પાછળનું મોટું કાવતરું સામે આવ્યું, આતંકવાદી દાનિશના ફોનમાંથી મળેલી માહિતી થી ગુપ્તચર એજન્સીઓ ચોંકી
IndiGo flight: ઇન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, મુંબઈમાં સઘન તપાસ શરૂ.
1930 helpline: જાગૃત્ત નાગરિક- સુરક્ષિત નાગરિક: સાવચેતી એ જ સુરક્ષા
NIA raids: દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની એન્ટ્રી, લખનઉ સહિત ૮ સ્થળોએ દરોડા, મોટા ખુલાસાની શક્યતા.
Exit mobile version