News Continuous Bureau | Mumbai
PM Modi Bodoland Mahotsav: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીનાં એસએઆઈ ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.
15 અને 16 નવેમ્બરના રોજ બે દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર શાંતિ જાળવવા અને વાઇબ્રન્ટ બોડો સોસાયટીના ( vibrant Bodo society ) નિર્માણ માટે એક મેગા ઇવેન્ટ છે. તેનો ઉદ્દેશ માત્ર બોડોલેન્ડમાં જ નહીં, પણ આસામ, પશ્ચિમ બંગાળ, નેપાળના અન્ય ભાગો અને પૂર્વોત્તરના અન્ય આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં રહેતા બોડો મૂળના લોકોને સંકલિત કરવાનો છે. મહોત્સવનો વિષય ‘સમૃદ્ધ ભારત માટે શાંતિ અને સંવાદિતા’ છે, જેમાં બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન (બીટીઆર)ના અન્ય સમુદાયોની સાથે બોડો સમુદાયની સમૃદ્ધ સંસ્કૃતિ, ભાષા અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ બોડોલેન્ડના સાંસ્કૃતિક અને ભાષાકીય વારસા, ઇકોલોજીકલ જૈવવિવિધતા અને પ્રવાસન ક્ષમતાની સમૃદ્ધિનો લાભ ઉઠાવવાનો છે.
નોંધપાત્ર વાત એ છે કે, મહોત્સવ ( Narendra Modi ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ 2020 માં બોડો ( Bodoland Mahotsav ) શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી રિકવરી અને સ્થિતિસ્થાપકતાની નોંધપાત્ર સફરની ઉજવણી કરવા વિશે પણ છે. આ શાંતિ સમજૂતીએ બોડોલેન્ડમાં દાયકાઓના સંઘર્ષ, હિંસા અને જાનહાનિનો ઉકેલ લાવવાની સાથે અન્ય શાંતિ વસાહતો માટે ઉત્પ્રેરક તરીકે પણ કામ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Diljit Dosanjh notice : પંજાબી સિંગર દિલજીત દોસાંઝ મુશ્કેલીમાં, હૈદરાબાદ કોન્સર્ટ પહેલા આયોજકોને સરકારની નોટિસ, મૂકી આ શરતો..
“સમૃદ્ધ બોડો સંસ્કૃતિ, પરંપરા અને ભારતીય વારસા અને પરંપરાઓમાં પ્રદાન કરતું સાહિત્ય” વિષય પરનું સત્ર આ મહોત્સવનું મુખ્ય કેન્દ્ર બનશે અને સમૃદ્ધ બોડો સંસ્કૃતિ, પરંપરાઓ, ભાષા અને સાહિત્ય પર વિચાર-વિમર્શનું સાક્ષી બનશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 મારફતે શિક્ષણના માધ્યમથી માતૃભાષાના પડકારો અને તકો” વિષય પર અન્ય એક સત્ર પણ યોજાશે. બોડોલેન્ડ વિસ્તારમાં પ્રવાસન અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે “સ્વદેશી સાંસ્કૃતિક ( Bodo culture ) સંમેલન અને સંસ્કૃતિ અને પ્રવાસનના માધ્યમથી ‘વાઇબ્રન્ટ બોડોલેન્ડ’ ( Vibrant Bodoland ) ક્ષેત્રનું નિર્માણ કરવા પર ચર્ચા-વિચારણાનું પણ આયોજન કરવામાં આવશે.
આ સમારંભમાં બોડોલેન્ડ ક્ષેત્ર, આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ભારતનાં અન્ય ભાગો તથા પડોશી રાજ્યો નેપાળ અને ભૂતાનમાંથી પાંચ હજારથી વધારે સાંસ્કૃતિક, ભાષાકીય અને કળાપ્રેમીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.