News Continuous Bureau | Mumbai
પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર આ રાજ્યોમાં કોરોના રસીકરણ સર્ટિફિકેટ પર PM મોદીનો ફોટો ફરી એક વાર લગાવાની યોજના બનાવી રહી છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આ રાજ્યોમાં રસીકરણ પ્રમાણપત્રો પર PMની તસવીરનું પ્રિન્ટિંગ અગ્રતાના ધોરણે ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આ પાંચ રાજ્યોના લોકોને આપવામાં આવતા રસીકરણ પ્રમાણપત્રો પર પ્રધાનમંત્રીની તસ્વીર જોડવા માટે કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફેરફારો કરવામાં આવશે.
નોંધનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, આચારસંહિતા લાગુ થયા બાદ કોવિડ-19 રસીના પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ISRO ટૂંક સમયમાં લોન્ચ કરશે ચંદ્રયાન-3, આ વખતે તે ચોક્કસપણે સફળ થશે, ડૉ. કે. સિવને વ્યક્ત કર્યો વિશ્વાસ.. જાણો વિગતે